Jobs And Career: અત્યારે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓની બમ્પર ભરતી નીકળી છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ફરીથી વર્ગ 1 અને વર્ગ 2ના કુલ 245 પદો માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જીપીએસીએ ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર જેવી વિવિધ 245 પદો માટે ભરતી બહાર પાડી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો 09/09/2022 પહેલા ઓનલાઈન અરજી કરવાની રેહશે.
પસંદગી પ્રક્રિયા શું છે?<br />ઉમેદવારોની પસંદગી પ્રિલિમ/મેન્સ/ઇન્ટરવ્યૂ (GPSC નિયમો મુજબ)ના આધારે કરવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલા હશે તેના 50 ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલા ગુણના 50 ટકા ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવેશે.