Home » photogallery » career » GPSC Mains 2022ની એપ્લિકેશન નોટિસ જાહેર કરાઈ, 18મી જુલાઈથી કરી શકશો એપ્લાય

GPSC Mains 2022ની એપ્લિકેશન નોટિસ જાહેર કરાઈ, 18મી જુલાઈથી કરી શકશો એપ્લાય

gpsc mains exams 2022: GPSC મેઇન્સ 2022 માટે નોટિસ (GPSC Mains notice) બહાર પાડવામાં આવી છે તેથી ઉમેદવારોને નોટિફિકેશન (Notification) ચકાસવા અને તેને ધ્યાનથી વાંચવાની સલાહ આપવામાં આવે છે.

  • 15

    GPSC Mains 2022ની એપ્લિકેશન નોટિસ જાહેર કરાઈ, 18મી જુલાઈથી કરી શકશો એપ્લાય

    ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે GPSC આસિસ્ટન્ટ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એકાઉન્ટ ઓફિસર, ટ્યુટર અને અન્ય કેટલાક પદ માટે ઉમેદવારોની ભરતી કરી રહ્યું છે. આ સંદર્ભે GPSC મેઈન્સ 2022ની અરજીઓ 18 જુલાઈ, 2022થી શરૂ થશે. આ દરમિયાન GPSC મેઇન્સ 2022 માટે નોટિસ (GPSC Mains notice) બહાર પાડવામાં આવી છે તેથી ઉમેદવારોને નોટિફિકેશન (Notification) ચકાસવા અને તેને ધ્યાનથી વાંચવાની સલાહ આપવામાં આવે છે. એકવાર એપ્લિકેશન ફોર્મ (Application form) બહાર પાડવામાં આવે તે પછી ઉમેદવાર માટે લિંક ઉપલબ્ધ કરવામાં આવશે. તેઓએ અરજીપત્રકો ભરવા માટે ઓળખપત્રો સાથે નોંધણી અને લોગિન કરવાનું રહેશે.

    MORE
    GALLERIES

  • 25

    GPSC Mains 2022ની એપ્લિકેશન નોટિસ જાહેર કરાઈ, 18મી જુલાઈથી કરી શકશો એપ્લાય

    ઉમેદવારોએ વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in પર આપેલ લિંક પર ફોર્મ ભરવાના રહેશે. આ પોસ્ટ માટે ફક્ત GPSC પ્રિલિમ્સ પરીક્ષા 2022 પાસ કરનાર ઉમેદવારો જ અરજી કરી શકશે. જેઓ યાદીમાં છે તેઓ જ GPSC મુખ્ય પરીક્ષા 2022 માટે અરજી કરી શકે છે. અહી ઉલ્લેખનિય છે કે, ઉમેદવારોએ પહેલા અરજી ફોર્મ ભરવાનું રહેશે અને પછી અપલોડ કરવા માટે કહેવામાં આવેલા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવા પડશે. નહિતર અરજી માન્ય ગણાશે નહીં. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 35

    GPSC Mains 2022ની એપ્લિકેશન નોટિસ જાહેર કરાઈ, 18મી જુલાઈથી કરી શકશો એપ્લાય

    GPSC મુખ્ય પરીક્ષા 2022 માટેના અરજી ફોર્મ બપોરે 1 વાગ્યાથી ઉપલબ્ધ થશે. 18 જુલાઈ, 2022ના રોજથી આ ફોર્મ ભરી શકાશે અને એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ, 2022 રહેશે. 1 ઓગષ્ટના રોજ બપોરે 1 વાગ્યા સુધી અરજી ફોર્મ ભરી શકાશે. પરીક્ષા કેન્દ્ર અમદાવાદમાં હશે અને તેના માટેના એડમિટ કાર્ડ પરીક્ષા શરૂ થવાના થોડા દિવસો પહેલા બહાર પાડવામાં આવશે. જે ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. GPSC પરીક્ષાની તારીખો પણ વહેલા જાહેર કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 45

    GPSC Mains 2022ની એપ્લિકેશન નોટિસ જાહેર કરાઈ, 18મી જુલાઈથી કરી શકશો એપ્લાય

    GPSC મેઇન્સ ફોર્મ 2022: અરજી કરવાની પ્રક્રિયા
    - ઓફિશિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in ની મુલાકાત લો
    - પછી GPSC Mains માટેની એપ્લિકેશન લિંક પર ક્લિક કરો
    - ત્યારબાદ રજિસ્ટ્રેશન કરો અને Log In ક્રેડેન્શિયલ ઉમેરો
    - અરજી ફોર્મ ભરો
    - જરૂરી ફી ચૂકવો
    - સબમિટ કરો અને ડાઉનલોડ કરી એક કોપી તમારી પાસે રાખો. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 55

    GPSC Mains 2022ની એપ્લિકેશન નોટિસ જાહેર કરાઈ, 18મી જુલાઈથી કરી શકશો એપ્લાય

    અહી નોંધનીય છે કે, ઉમેદવારોએ સૌપ્રથમ ઝીણવટપૂર્વક નોટિસ વાંચવાની જરૂર છે અને પછી અરજી કરવી જરૂરી છે. ફોર્મ 18 જુલાઈ, 2022ના રોજ બપોરે 1 વાગ્યાથી ઉપલબ્ધ થશે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES