અમદાવાદ : રાજ્યમાં આગામી 4 જુલાઈથી લઈને 5મી ઑગસ્ટ સુધીના 31 દિવસ સરકારી નોકરીઓનાં જુદા જુદા પદ માટે જીપીએસસીની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન દિનેશ દાસા દ્વારા ટ્વીટર પર આજે પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટાઇમ ટેબલ મુજબ આ સમયગાળાનાં 31 દિવસો દરમિયાન કુલ 53 પરીક્ષાઓ લેવામાં આવશે.
ઉલ્લેખીય છે કે કોરોના વાયરસની લહેર સક્રિય થતા રાજ્યમાં તમામ સ્કુલ-કૉલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું. આમ કૉલેજો અને સ્કુલો બંધ કરવાની સાથે તમામ પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, હવે પીઆઈની પરીક્ષાના શારિરીક કસોટી સાથે જીપીએસસી દ્વારા ફરીથી પરીક્ષાઓ યોજવાનો ક્રમ શરૂ કરવામાં આવ્યો છે.