Jobs and Career: યોગ્ય નોકરીની શોધમાં (jobs search) સંખ્યાબંધ વેબસાઇટ્સ અને અખબારોને સ્કેન કરવા એક મહેનતનું કામ હોઈ શકે છે. જો તમે નોકરી બદલવા માંગતા હોવ અથવા તમારૂ પ્રથમ લક્ષ્ય સરકારી નોકરી (sarkari naukri) મેળવવાનું હોય તો અમે તમારા માટે એક લિસ્ટ તૈયાર કર્યું છે. નવોદય વિદ્યાલય સમિતિથી લઈને BSF, IBPS સુધી નીચે વિવિધ ક્ષેત્રોમાં સરકારી નોકરીઓની (Government jobs) યાદી છે, જેમાં તમે આ અઠવાડિયે અરજી કરી શકો છો.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) ભરતી 2022: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) સબ ઈન્સ્પેક્ટર (એસઆઈ) અને અન્ય કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. ઉમેદવારો BSFની અધિકૃત વેબસાઈટ દ્વારા 12 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી કુલ 110 જગ્યાઓ માટે છે, જેમાં SIની 22 પોસ્ટ અને કોન્સ્ટેબલ માટે 88 જગ્યાઓ ખાલી છે. આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પસંદગી લેખિત પરીક્ષાના આધારે થશે અને જે પાસ કાર્ય બાદ શારીરિક ધોરણ પરીક્ષણ અને તબીબી પરીક્ષા માટે હાજર રહેવું પડશે.
ભારતીય નૌકાદળ અગ્નિપથ ભરતી 2022: ભારતીય નૌકાદળે 2 જુલાઈના રોજ અગ્નિવીરોની ભરતી માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારો ભારતીય નૌકાદળની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. અગ્નિવીર (SSR) અને અગ્નિવીર (MR)ની જગ્યાઓ માટે 17થી 23 વર્ષની વયના લોકો અરજી કરી શકે છે. ઉમેદવારોએ એસએસઆરની પોસ્ટ માટે કેમિસ્ટ, બાયોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ સાથે ધોરણ 12 પાસ કરેલ હોવું આવશ્યક છે, જ્યારે ધોરણ 10 પાસ કર્યું છે, તેઓ એમઆર પોસ્ટ માટે અરજી કરી શકે છે. પસંદગી લેખિત પરીક્ષા પછી શારીરિક કસોટીના આધારે થશે. ત્યારબાદ ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ માટેનો પગારધોરણ પ્રથમ વર્ષમાં રૂ. 33,000થી ચોથા વર્ષે રૂ. 40,000 સુધીનો છે.
તમિલનાડુ યુનિફોર્મ્ડ સ્ટાફ રિક્રુટમેન્ટ બોર્ડ (TNUSRB): તમિલનાડુ રાજ્ય પોલીસમાં 3,552 ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. ઉમેદવારો 7 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન TNUSRB ની અધિકૃત વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. 18 થી 26 વર્ષની વચ્ચેની ઉંમરના ઉમેદવારો આ પદો માટે અરજી કરવા પાત્ર છે. અરજી કરવા માટે ઉમેદવારોએ પણ ધોરણ 10 અથવા SSLC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. આ પોસ્ટ્સ માટેની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે, ત્યારબાદ શારીરિક માપન, ફિટનેસ ટેસ્ટ, ફિટનેસ સ્પર્ધા અને વિશેષ ગુણ વગેરે થશે.
ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF): ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ વિવિધ ક્ષેત્રોમાં 876 એપ્રેન્ટિસશિપ પોસ્ટ્સ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પોસ્ટ્સમાં ફિટર, વેલ્ડર, મિકેનિસ્ટ, પેઇન્ટર અને ઇલેક્ટ્રિશિયનનો સમાવેશ થાય છે. ઉમેદવારો ICFની અધિકૃત વેબસાઈટ મારફતે 26 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 15થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેઓએ 50 ટકા માર્ક્સ સાથે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. પસંદગી પામેલા ઉમેદવારો માટે સ્ટાઈપેન્ડ રૂ. 6000થી રૂ. 7,000 સુધીનું રહેશે.
ઇન્ડિયન આર્મી ભરતી 2022: સંરક્ષણ મંત્રાલયે રસોઈયા, MTS (ચોકીદાર), વાળંદ, માળી, ટીન સ્મિથ, કેમ્પ ગાર્ડ અને ફાયરમેનની 458 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારો જાહેરાતના પ્રકાશનની તારીખથી 21 દિવસની અંદર પોસ્ટ દ્વારા તેમની અરજી સબમિટ કરી શકે છે. આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સિવિલિયન મોટર ડ્રાઇવરની પોસ્ટ માટે ઉચ્ચ વય મર્યાદા 27 વર્ષ છે. અરજી કરવા માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલ હોવું આવશ્યક છે, જ્યારે કેટલીક પોસ્ટ માટે ઉમેદવારો પાસે ધોરણ 12 પાસનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. પસંદગી પ્રક્રિયામાં કૌશલ્ય અથવા શારીરિક કસોટીઓ પછી લેખિત કસોટીનો સમાવેશ થાય છે. ડીએ અને અન્ય ભથ્થાઓ સાથે ઓફર કરવામાં આવેલ પગાર રૂ. 18,000થી રૂ. 29,200ની વચ્ચે છે.
IBPS ક્લાર્ક ભરતી: બેંકિંગ કર્મચારી પસંદગીની સંસ્થા (IBPS) જાહેર ક્ષેત્રની બેંકોમાં કારકુનની કુલ 6,035 ખાલી જગ્યાઓ ભરવા માટે સામાન્ય ભરતી પ્રક્રિયા દ્વારા ઉમેદવારોની ભરતી કરી રહી છે. ઉમેદવારો IBPSની અધિકૃત વેબસાઈટ મારફતે 21 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો માટેની વય મર્યાદા 20થી 28 વર્ષ છે. આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. પસંદગી બહુસ્તરીય ભરતી પ્રક્રિયાના આધારે કરવામાં આવશે જેમાં ઓનલાઈન પ્રિલિમિનરી પરીક્ષાનો સમાવેશ થાય છે.
નવોદય શિક્ષક, આચાર્યની ભરતી 2022: નવોદય વિદ્યાલય સમિતિ (NVS) આચાર્ય, પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક (TGT), અનુસ્નાતક શિક્ષક (PGT) અને શિક્ષકોની વિવિધ શ્રેણીઓની 1616 જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. ઉમેદવારો NVSની અધિકૃત વેબસાઈટ મારફતે 22 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. પસંદગી કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)ના આધારે થશે. જેઓ પરીક્ષા પાસ કરે છે તેઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે. પસંદ કરાયેલા ઉમેદવારો 2,09,200 રૂપિયા સુધીનો પગાર મેળવી શકે છે.