English in Std 1-2: ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં (Government Schools) ધો.1-2માં ફરજિયાત પણે અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) જાહેરાત કરી હતી. આ સાથે જ રાજ્યમાં આગામી શૈક્ષણિક વર્ષથી શ્રીમદ ભાગવત ગીતા (Shrimad Bhagwat Geeta)નું જ્ઞાન પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.
<br />અંગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આગામી શૈક્ષણિક સત્રથી ધો 1-2ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય શિખવાડવામાં આવશે. જોકે, શિક્ષણ મંત્રીની જાહેરાત મુજબ ધો. 1-2માં અંગ્રેજી વિષયનું કોઈ પાઠ્ય પુસ્તક નહીં હોય. ગામડાના બાળકો પણ અંગ્રેજી શીખે અને વિષયમાં તેમની રસ રૂચી કેળવાય તે માટે ભણાવવામાં આવશે.