CBSE બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ અત્યારે નવા ટોપિકનો અભ્યાસ કરવાને બદલે જૂના ટોપિકને રિવાઇઝ કરવું જોઈએ. રિવિઝન કરવા માટે વિદ્યાર્થી અભ્યાસક્રમમાંથી નોટ્સ તૈયાર કરી શકે છે કારણ કે આ સમયે આખું પુસ્તક વાંચવાનો સમય વિદ્યાર્થીઓ પાસે નથી હોતો. એવામાં આ નોટ્સની મદદથી તેઓ તૈયારી કરી શકે છે. (પ્રતીકાત્મક ફોટો)
વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા હેતુથી નોટ્સ તૈયાર કરવા માટે પુસ્તકમાંથી સંબંધિત ચેપ્ટરની પ્રસ્તાવના અને સારાંશની મદદ લઈ શકે છે. કારણ કે પુસ્તકને લગતા ચેપ્ટરની પ્રસ્તાવના અને સારાંશ વાંચવાથી વિષયની તૈયારી સારી રીતે થઈ શકે છે અને તેનાથી ક્લાસમાં શીખવવામાં આવેલા વિષય પણ રિવાઇઝ કરી શકાય છે. (પ્રતીકાત્મક ફોટો)
તો બીજી તરફ કોઈપણ વિષયના પુસ્તકના આખા પાઠને ફરીથી વાંચવાને બદલે જો માત્ર સારાંશ વાંચવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે તે યાદ રાખવું વધુ સરળ બની રહે છે. એક્સપર્ટ્સ કહે છે કે કોઈપણ વિષયની તૈયારી કરવા માટે મુખ્ય ટોપિક વાંચવો જરૂરી હોય છે. તેથી વધુ ટોપિકને કવર કરવા માટે વિદ્યાર્થી નોટ્સની મદદ લઈ શકે છે. (પ્રતીકાત્મક ફોટો)