CBSE Term 2 Exam, CBSE Board Admit Card, CBSE Board Exam 2022: સીબીએસઇ બોર્ડ પરીક્ષાનું આયોજન સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા કરવામાં આવે છે. CBSE બોર્ડની 10મા અને 12માની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ સામેલ થાય છે. આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણને કારણે સીબીએસઇ બોર્ડ પરીક્ષાને બે ટર્મમાં આયોજિત કરવામાં આવી રહી છે. CBSE ટર્મ 2 પરીક્ષા આવતા મંગળવારથી એટલે કે 26 એપ્રિલ 2022થી શરૂ થઇ જશે.
સામાન્ય રીતે બોર્ડ પરીક્ષા શરુ થવાના એક સપ્તાહ પહેલા CBSE બોર્ડ સ્ટુડન્ટ્સ માટે એડમિટ કાર્ડ જારી કરી દેવામાં આવે છે. પરંતુ આ વર્ષે પરીક્ષાને 1 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે, તેમ છતાં વિદ્યાર્થીઓને તેમના એડમિટ કાર્ડ મળ્યા નથી. તેઓ એ પણ નથી જાણતા કે બોર્ડની પરીક્ષા ટર્મ 1ની જેમ હોમ સેન્ટર પર લેવાશે કે અન્ય સ્કૂલોમાં જઈને પરીક્ષા આપવી પડશે. આ અંગેની માહિતી પણ એડમિટ કાર્ડ સાથે જ મળશે.