સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE દ્વારા 10મા અને 12માની બોર્ડની પરીક્ષાનું પરિણામ ટૂંક (CBSE 10th 12th Result) સમયમાં જાહેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર, CBSE 10માનું પરિણામ 15મી જુલાઈ સુધી અને 12મા ધોરણનું પરિણામ 31મી જુલાઈ 2022 સુધી જાહેર થઈ શકે છે. જો કે, આ હાલની તારીખ છે. આ અંગે બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. (પ્રતિકાત્મક તસવીર)
નોંધનીય છે કે CBSEની 10મી, 12મી બોર્ડની પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થઈ હતી. જેમાં 10મીની પરીક્ષા 24મી મે સુધી અને 12મીની પરીક્ષા 15મી જૂન 2022 સુધી લેવામાં આવી હતી. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને 12ના પરિણામ જુલાઈના અંત સુધીમાં જાહેર થઈ શકે છે. જોકે અત્યારે આ માટે કોઈ સ્પષ્ટ તારીખ નક્કી કરવામાં નથી આવી. વધુ એક મીડિયા રિપોર્ટ અનુસાર ધોરણ 10 અને 12 બોર્ડની માર્કશીટોની મૂલ્યાંકન પ્રક્રિયા 20 જૂન સુધીમાં પૂર્ણ થઈ શકે છે. (પ્રતિકાત્મક તસવીર)
વેઈટેજ ફોર્મ્યુલાની પણ જોવાય છે રાહ: પરિણામોની તારીખ અને જાહેરાતની સાથે-સાથે બીજી તરફ લાખો વિદ્યાર્થીઓ હજુ પણ શિક્ષણ બોર્ડ દ્વારા ટર્મ 1 અને ટર્મ 2ના વેઇટેજ અંગે આધિકારીક નોટિસ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. દેશભરના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં ટર્મ 1 અને ટર્મ 2 માટે 30:70 વેઇટેજની માંગ કરી રહ્યા છે. જોકે બોર્ડ ટૂંક સમયમાં તેના પર સત્તાવાર સૂચના જાહેર કરે તેવી અપેક્ષા છે. નોટિસ CBSEની અધિકૃત વેબસાઇટ - cbse.gov.in પર બહાર પાડવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)
- સૌપ્રથમ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની સત્તાવાર વેબસાઇટ - cbse.gov.in પર જાઓ.<br />- હોમપેજ પર CBSE બોર્ડ પરિણામો 2022 લિંક ઉપલબ્ધ હશે. નવી એક્ટિવ થયેલ લિંક પર ટેપ કરો.<br />- જરૂરી Log In ક્રેડેન્શિયલ દાખલ કરો અને તમારા પ્રવેશ કાર્ડ(Admit Card) પરની વિગતો સાથે તેમને ચકાસો.<br />- આ સાથે CBSE ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું પરિણામ આપની સ્ક્રીન પર જોવા મળશે.<br />- વેબસાઇટ પરથી પરિણામ ડાઉનલોડ કરો અને જો જરૂરી હોય તો તેની પ્રિન્ટ આઉટ પણ કાઢી લો. (પ્રતિકાત્મક તસવીર)