CBSE Term 2 Exam, CBSE Board Exam 2022, CBSE Board Guidelines: વર્ષ 2022થી ઘણાં રાજ્યોએ નવી શિક્ષણ નીતિ (New Education Policy) 2020ને લાગુ કરવાનું શરુ કરી દીધું છે. સીબીએસઇ બોર્ડે પણ આ વર્ષે પોતાની એક્ઝામ પેટર્નમાં ફેરફાર કર્યો છે. સીબીએસઇ ટર્મ 1 પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં યોજાઈ હતી અને ટર્મ 2 પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરુ થશે. સીબીએસઇ બોર્ડે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ (CBSE Board Admit Card) જારી કરી નાખ્યા છે.
બોર્ડની પરીક્ષા માટે 10.30 થી 12.30 સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર 9.30 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરવાનું રહેશે. 10 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં. CBSE બોર્ડના વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે 20 મિનિટનો સમય આપવામાં આવશે.