Jacqueline Fernandez Age: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ મનામા, બહેરીનમાં થયો હતો (Jacqueline Fernandez Birthday) જેકલીનના પિતા શ્રીલંકન છે. તેનું નામ એલરોય ફર્નાન્ડીઝ છે, (Elroy Fernandez) જેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. જેકલીનની માતા કિમ મલેશિયન છે. રિપોર્ટ્સ અનુસાર તે બોલીવુડમાં આવવા પહેલા એર હોસ્ટેસ રહી ચુકી છે. જેકલીનને 2 મોટા ભાઈઓ અને એક બહેન (Jacqueline Fernandez family) પણ છે.
Jacqueline Fernandez Education: જેકલીન ફર્નાન્ડીઝ તેના અદ્ભૂત સ્મિત માટે પ્રખ્યાત છે. તેણે પોતાનો શરૂઆતનો અભ્યાસ બહેરીનની સેક્રેડ હાર્ટ સ્કૂલમાંથી કર્યો હતો. આ પછી તેણે સિડની યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું. તેને ટ્રાવેલિંગ, જિમનેસ્ટીકસ, ડાન્સ અને સ્વિમિંગનો ખૂબ જ શોખ છે. (Jacqueline Fernandez Hobby)
Jacqueline Fernandez Career: જેકલીન ફર્નાન્ડીઝ જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેણે ટીવી શો હોસ્ટ કર્યો હતો. જો કે તે બહેરીનમાં ઉછરી હતી અને ઓસ્ટ્રેલિયામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, તેણે શ્રીલંકામાં તેની મોડેલિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2006માં તે મિસ શ્રીલંકા બની હતી. જ્યારે તે મોડેલિંગ અસાઇનમેન્ટ માટે ભારત આવી હતી ત્યારે તેને બોલિવૂડ ફિલ્મની ઓફર મળી હતી. તેણે જોન સ્કૂલ ઓફ એક્ટિંગમાંથી એક્ટિંગની તાલીમ લીધી.
Jacqueline Fernandez affair: જેકલીન ફર્નાન્ડિઝે થોડા વર્ષો સુધી બહેરીનના પ્રિન્સને ડેટ કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને સિરીયસ રીલેશનશિપમાં હતા. બોલિવૂડમાં આવ્યા બાદ તેણે સાજિદ ખાનને 3 વર્ષ સુધી ડેટ કર્યો. જોકે, સાજિદ ખાનની વધુ પડતી દખલગીરીના કારણે જેકલીન અને તેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જેકલીન શ્રીલંકામાં એનજીઓ પણ ચલાવે છે.
Jacqueline Fernandez Instagram: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 6 કરોડ 31 લાખ ફોલોઅર્સ છે. જેક્લિને કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. આ દિવસોમાં તે મહાઠગ સુકેશ ચંદ્રશેખરના કારણે ચર્ચામાં છે. તેની સામે ED દ્વારા તપાસ પણ ચાલી રહી છે.