BDL Recruitment 2022 : રક્ષા મંત્રાલયની (Ministry of Defense) કંપની ભારત ડાયનામિક લિમિટેડે (Bharat Dynamics Limited) દેશભરમાં સ્થિત વિવિધ કાર્યાલયોમાં સંચાલિત થઈ રહેલા પ્રોજેક્ટો (jobs) માટે અલગ અલગ પદો ઉપર ભરતી માટે જાહેરાત આપી છે. કંપની તરફથી રજૂ થયેલી જાહેર ખબર અનુસાર વિવિધ વિભાગોમાં પ્રોજેક્ટ આસિસ્ટન્ટ અને પ્રોજેક્ટ ડિપ્લોમા આસિસ્ટન્ટની કુલ 80 જગ્યાઓ ઉપર કોન્ટ્રાક્ટના આધારે ભરતી કરવામાં આવશે. આ ભરતી કોન્ટ્રાક્ટ બેસિસ પર એક વર્ષ માટે હશે. જોકે, બાદમાં ત્રણ વર્ષ સુધી દર વર્ષે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવશે.