ધો.10-12 બાદ મળશે સરકારી નોકરી: ITBP ભરતી (ITBP Recruitment) - ભારતમાં સુરક્ષાબળમાં ભરતી માટે અરજી કરતા ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12 પાસનું સર્ટીફિકેટ હોવું જરૂરી છે. ભારત તિબેટ સીમા પોલીસ બળ એટલે કે ITBP તરફથી 200 થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ.
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી PET, PST, લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ અને દસ્તાવેજના વેરિફિકેશનના આધાર પર કરવામાં આવશે. ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ભરતી 2022 માટે કુલ 248 જગ્યાઓ ખાલી છે. આ ભરતી હેઠળ પસંદગી પામેલ ઉમેદવારોને હેડ કોન્સ્ટેબલના પદ પર પોસ્ટિંગ આપવામાં આવશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની અંતિમ તારીખ 7 જુલાઈ, 2022 છે. આ પોસ્ટ માટે અરજી કરવા માગતા ઉમેદવારોએ ભારત તિબેટ સીમા પોલીસ બળની અધિકૃત વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
UCIL એપ્રેન્ટીસ ભરતી 2022 : ભારત સરકારને આધિન સાર્વજનિક ક્ષેત્રની કંપનીમાં ભરતીઓ બહાર પાડવામાં આવી છે. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL)એ વિભિન્ન સરકારી સંગઠનોમાં એપ્રિન્ટીસની પોસ્ટ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. માઈનિંગ મેટની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે ઈન્ટરમીડિએટ પાસ કરેલું હોવું જોઈએ. બ્લાસ્ટર પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
વાઈંડિંગ એન્જિન ડ્રાઈવરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. UCIL એપ્રેન્ટીસ ભરતી 2022 માટે ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે. લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. ઈન્ટરવ્યૂના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ખનન મેટ માટે 80 ટ્રેઈની અને બ્લાસ્ટરના કામ માટે 20 ટ્રેઈનીની પોસ્ટ પર જગ્યાઓ ખાલી છે. એન્જિન ડ્રાઈવરની 30 જગ્યાઓ ખાલી છે.