

ટીવી અભિનેત્રી હિના ખાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું છે. આ સાથે જ હિના ખાનનો રેડ કાર્પેટ અંદાજ છવાયેલો જોવા મળી રહ્યો છે. હિના ખાન તેના પહેલા ડેબ્યૂ વખતે જ બાજી મારતી જોવા મળી. લો નેક લાઇનના એક ડિઝાઇનર ગાઉનમાં હિના ખાન સુંદર લાગી રહી હતી. Ziad Nakadના ડિઝાઇન ગાઉન સાથે હિનાએ બીજી કોઇ એક્સેસરી પહેરી નહોતી.


આના કારણે તેનો લુક સોબર અને એલિગેન્ટ લાગી રહ્યો છે. ત્યાં સુધી કે તે નોર્મલ મેકઅપમાં જોવા મળી હતી. (Image: AP)


સામાન્ય રીતે અભિનેત્રીઓ ઓવર મેકઅપમાં જોવા મળતી હોય છે, પરંતુ હિના ખાન અલગ જ અંદાજમાં જોવા મળી. (Image: Reuters)


તેણે આ ખાસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે જોતાં હિના ખાનના ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યાં છે. (Image: Reuters)


હવે જો તમે હિનાના કાન્સ પહોંચવા અંગે પરેશાન છો તો જણાવી દઇએ કે ત્યાં તેની ફિલ્મ 'લાઇન્સ'નો ફર્સ્ટ લુક રીલિઝ કરવામાં આવશે. (Image: Reuters)


આ ફિલ્મ કારગિલ વોર પર બની છે. આ પ્રોજેક્ટને લીધે તે ઘણા સમયથી નાના પડદેથી ગાયબ હતી. (Image: AFP)


પછી તેણે એકતા કપૂરના શો 'કસોટી જિંદગી કી' દ્વારા વાપસી કરી. પરંતુ હાલ તેમાંથી પણ બ્રેક લીધો છે. (Image: AP)


'કસોટી જિંદગી કી'માં હિના કોમોલિકાના રોલમાં નજરે પડી હતી. આ રોલમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. કહેવાય છે કે, હિનાએ એકતાને વચન આપ્યું છે કે તે શોમાં પરત ફરશે. (Image: Reuters)