

કોઇપણ નવજાત બાળક માટે માતાનું દૂધ કેટલું મહત્વનું હોય છે એના વિશે જણાવવું જરૂરી નથી. માતાના દૂધને બાળકો માટે અમૃત સમાન માનવામાં આવે છે. કોઇ મહિલાને પોતાના પહેલા બાળકને સ્તનપાન કરાવવું ખુબ જ મુશ્કેલ હોય છે. કેટલીક મહિલાઓ એવી પણ હોય છે તેમને પોતાના બળકને દૂધ પીવડાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે આવી મહિલાઓના શરીરમાં દૂધ પ્રર્યાપ્ત માત્રામાં નથી હોતું. આવી સ્થિતિમાં મહિલાઓ બજારમાંથી પાઉડર ખરીદીને દૂધ પીવડાવે છે. અથવા તો મિલ્ક બેન્કથી દૂધ ખરીદે છે. (તસવીરઃ tabitha frostના ફેસબુક એકાઉન્ટ પરથી )


બીજી તરફ કેટલીક મહિલાઓ એવી હોય છે તેમને જરૂરિયાતથી વધારે દુધ બને છે. પરંતુ આજે અમે તમને એવી મહિલા વિશે જણાવીશું કે જે જરૂરિયાત કરતા ખુબ જ વધારે દૂધ આપે છે. આ મહિલાનું નામ તાબિથા ફ્રોસ્ટ છે. આ મહિલા અમેરિકાના કેલિફોર્નિયાની રહેનારી છે. તાબિથાના કેસમાં વધારે બનતું દૂધ તેના માટે મુશ્કેલી ઉભી કરે છે. (તસવીરઃ tabitha frostના ફેસબુક એકાઉન્ટ પરથી )


તાબિથાને ત્રણ બાળકો છે. તમને જાણીને નાવઇ લાગશે કે, તાબિથા પોતાના બાળકોને પુરતું દૂધ પીવડાવ્યા બાદ 470 લીટર બ્રેસ્ટ મિલ્કનું દાન કરી ચુકી છે. (તસવીરઃ tabitha frostના ફેસબુક એકાઉન્ટ પરથી )


એક હિન્દી વેબસાઇટ પ્રમાણે તાબિથા રોજનું ત્રણ લીટરથી વધારે દૂધ આપે છે. ત્યારબાદ તેણે પોતાના દૂધનો યોગ્ય ઉપયોગ કરવા માટે દાન કરવા લાગી હતી. (તસવીરઃ tabitha frostના ફેસબુક એકાઉન્ટ પરથી )


તાબિથાના સ્તનમાંથી નીકળતા દૂધ અંગે ડોક્ટરોનું કહેવું છે કે, તેમને હાઇપરલેક્ટેશન સિંડ્રોમ છે. જેના કારણે તમના સ્તનમાં સાધારણ મહિલાઓથી ત્રણ ગણુ વધારે દુધ બને છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ એક દુર્લભ બીમારી છે. જે ખુબ જ ઓછી મહિલાઓમાં જોવા મળે છે. (તસવીરઃ tabitha frostના ફેસબુક એકાઉન્ટ પરથી )