Parth Patel, Ahmedabad: જીવનમાં કંઈક નવું કરવું હોય તો તેના માટે સંઘર્ષ અને પરિશ્રમ કરવો જરૂરી છે. આને ખરા અર્થમાં લમક જંબુસરવાલા એ સાબિત કર્યું છે. 70 હજાર રૂપિયાથી નોકરી છોડી આ યુવકે 12 લાખ જેટલું રોકાણ કરી ફ્રેશ ફ્રુટ જ્યુસનો ધંધો શરૂ કર્યો છે. જેમાં જુદા જુદા એક્ઝોટિક ફ્રુટનો જ્યુસ બનાવીને સર્વ કરે છે.
તેમણે કહ્યું કે, તરત જ આ બિઝનેસની વાત મેં મારા મોટા ભાઈ જુઝર ઘડિયાલીને કહી. તેમણે મારા આ વિચાર અને બિઝનેસ કરવાની ઉત્સુકતા જોઈને બિઝનેસ કરવા માટે હા પાડી. સાથે સહકાર પણ આપ્યો હતો. ઓક્ટોબરમાં એમએસ ફ્રુટ ઝોન કરીને પોતાનું કાફે શરૂ કર્યું. જેમાં એક્સોટિક ફ્રુટ અને તાજો ફ્રુટનો જ્યુસ બનાવીને આપીએ છીએ.