નવી દિલ્હીઃ જો તમે પણ તમારા રૂપિયાને કોઈ એવી જગ્યાએ રોકાણ કરવા માંગતા હોવ, જ્યાં સુરક્ષા પણ મળે, તો પોસ્ટ ઓફિસની આ યોજનાઓ તમારા માટે ધણા શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓની સાથે-સાથે અલગ-અલગ પ્રકારની ઘણી યોજનાઓ રજૂ કરે છે. જ્યાં તમને તમારા રોકાણ પર સરકારી સુરક્ષાની સાથે ઘણું શાનદાર વળતર પણ મળે છે. જો કે, ગત કેટલાક મહિનાઓ દરમિયાન લગભગ બધા જ પ્રકારની બેંકો તરફથી એફડી પર આપવામાં આવતા ઈન્ટરેસ્ટ રેટને વધારી દેવામાં આવ્યો છે. જો કે, તેમ છતાય પોસ્ટ ઓફિસની આ યોજનાઓને વધારે ફાયદો મળશે.
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ- પોસ્ટ ઓફિસની આ યોજના ખાસ કરીને વરિષ્ટ નાગરિકો માટે ચલાવવામાં આવે છે. 60 વર્ષ કે તેથી વધારે ઉંમરના લોકો આમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનાની સૌથી ખાસ વાત તો એ છે કે, આમાં ટેક્સ લાભ પણ મળે છે. જ્યારે વ્યાજની વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં આ યોજના 8.2 ટકાના હિસાબથી વ્યાજ દર ઓફર કરી રહી છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ- પોસ્ટ ઓફિસની આ યોજનામાં ઓછામાં ઓછા 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. સાથે જ આ યોજનામાં રોકાણ કરવા માટે કોઈ મહત્તમ મર્યાદા નિર્ધારિત કરવામાં આવી નથી. આ યોજનાની ખાસ વાત એ છે કે, આમાં ઈનકમ ટેક્સની ધારા 80સી હેઠળ ટેક્સમાં કપાતનો લાભ પણ મળે છે. વર્તમાન સમયમાં આ યોજના પર 7.7 ટકાના હિસાબથી વ્યાજનો ફાયદો મળી રહ્યો છે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ- બેંક એફડીની જેમ પોસ્ટ ઓફિસ પણ એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટે ટર્મ ડિપોઝીટ ઓફર કરે છે. પાંચ વર્ષની પોસ્ટ જમા યોજનામાં રોકાણ પ્રતિ નાણાકીય વર્ષ 1.5 લાખ રૂપિયા સુધીના કરકપાત માટે યોગ્ય છે. વર્તમાનમાં, 5 વર્ષીય પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝીટ પર 7.5 ટકા વ્યાજ મળે છે.