મોટાભાગના લોકો હવે ડિજિટલ પેમેન્ટ કરવા તરફ વળ્યા છે અને આમ કરવાના ઘણા ફાયદા પણ છે. આજે અમે આવા જ એક ડિજિટલ વોલેટથી થતા ફાયદા વિશે જણાવીશું. જો તમે પેટીએમ (Paytm) યુઝર છો તો આ આર્ટિકલ ખાસ તમારી માટે છે. આ તહેવારોની સિઝનમાં પેટીએમ દ્વારા તમે રૂ. 1 લાખ સુધીનું ઈનામ જીતી શકો છો. ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમે સોમવારે કહ્યું છે કે હાલ ચાલી રહેલી તહેવારોની સિઝનમાં માર્કેટિગ કેમ્પેન માટે 100 કરોડ રુપિયાનું બજેટ નક્કી કર્યું છે.
જાણો શું છે પેટીએમ ઓફર- પેટીએમે તેનાં યુઝર્સ માટે ઈનામની જાહેરાત કરી છે. આ સાથે જ કંપની યૂપીઆઈ અને બાય નાઉ પે લેટરના વ્યાપક પ્રચાર માટે પણ એક કેમ્પેન શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે પેટીએમે દેશના લગભગ તમામ જીલ્લાનાં યુઝર્સ અને ગ્રાહકો માટે માર્કેટિંગ કેમ્પેન અંતર્ગત પેટીએમ કેશબેક ધમાકાની શરુઆત કરી છે. પેટીએમે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં આ અભિયાન પર વધુ ભારણ આપ્યું છે.
દૈનિક 10 લાખ રુપિયા જીતવાની મળશે તક- આ અભિયાન અંતર્ગત લોકોને ડિજિટલ પેમેન્ટ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે સાથે જ મની ટ્રાંસફર, પેટીએમ વોલેટ અને પેટીએમ પોસ્ટપેડ કરવા પેટીએમ યૂપીઆઈ કઈ રીતે ઉપયોગી બનશે તે અંગે લોકોને માહિતી આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દરરોજ 10 લકી વિનર્સ 1 લાખ રુપિયાનું ઈનામ જીતી શકશે. આ સિવાય 10,000 વિનર્સને 100 રુપિયાનું કેશબેક અને અન્ય 10,000 યુઝર્સને 51 રુપિયાનું કેશબેક આપવામાં આવશે. મળતી માહિતી મુજબ 1થી 3 નવેમ્બર એટલે દિવાળીની આસપાસ યૂઝર્સ દરરોજ 10 લાખ રુપિયા સુધીના ઈનામ પણ જીતી શકે છે.
આ રીતે મળશે કેશબેક- તમે પણ સરળતાથી આ ઓફરનો લાભ લઈ શકો છો, તેની માટે તમારે મોબાઈલ, બ્રોડબેન્ડ ડીટીએચ રિચાર્જ, મની ટ્રાન્સફર, ટિકિટ બુકિંગ, ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી, મૂવી ટિકિટ બુકિંગ, ફાસ્ટેગની ચુકવણી, કરિયાણાની દુકાનો પર ઓનલાઈન અને ઓફલાઈન ચુકવણી કરવા માટે પેટીએમનો ઉપયોગ કરવાનો રહેશે. જો તમે દિવાળીનાં સમયગાળા દરમ્યાન પેટીએમ દ્વારા બિલોની ચુકવણી અને કેશ ટ્રાન્સફર કરો છો તો તમને તેના પર કેશબેક પણ મળી શકે છે.