1000 રૂપિયાની SIP દરેક માટે શક્ય - સામાન્ય 23-25 વર્ષની ઉંમરમાં વ્યકિત કમાવા લાગે છે. કમાણીની શરૂઆત તો થઈ જાય છે, પરંતુ રોકાણની શરૂઆત થોડી મોડી થાય છે. આ જ કારણથી નાણાકીય સ્ટેબિલિટી મળી શકતી નથી. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે, કેવી રીતે કમાણીની શરૂઆતની સાથે રોકાણ પર તમને 1000 રૂપિયાની એસઆઈપી લખપતિ બનાવી દે છે. તમારા ભવિષ્ય માટે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ તો કરી જ શકાય.
રિટાયરમેન્ટ પર મળશે 50 લાખ - એસઆઈપી કેલક્યુલેટર પ્રમાણે, જો 25 વર્ષની ઉંમરમાં કોઈ વ્યક્તિ દર મહિને 1000 રૂપિયા જમા કરવાનું શરૂ કરે તો તે સરળતાથી તેના રિટાયરમેન્ટ માટે 40-60 લાખ રૂપિયાનું તૈયાર કરી લે છે. કેલક્યુલેટર પ્રમાણે, 25 વર્ષની ઉંમરમાં જ જો કોઈ દર મહિને 1,000 રૂપિયાની એસઆઈપી કરે છે તો સરેરાશ 11 ટકાનું વળતર મળે છે. એટલે કે 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી તમને કુલ 49.73 લાખ રૂપિયા મળશે. આ 35 વર્ષોમાં કુલ જમા રકમ માત્ર 4.2 લાખ રૂપિયા હશે, જ્યારે 45.53 લાખ રૂપિયા વળતર મળશે. ચોખ્ખું વળતર લગભગ 50 લાખ રૂપિયા થાય છે.
5 વર્ષના વિલંબથી 12 લાખ રૂપિયાનું નુકસાન - જો સરેરાશ વળતર 10 ટકા મળે છે, તો તેને કુલ 38.28 લાખ રૂપિયા મળશે. જો વળતર 12 ટકા થાય છે તો તેનું ફંડ 65 લાખ રૂપિયા થશે. જો 30 વર્ષથી રોકાણની શરૂઆત કરવામાં આવે તો 11 ટકા રિટર્ન મળે છે. તો તેને રિટાયરમેન્ટ પર કુલ 28.30 લાખ રૂપિયા મળશે. આ કેલક્યુલેશનથી સ્પષ્ટ રીતે જોવા મળે છે કે, માત્ર 5 વર્ષના વિલંબને કારણે રિટાયરમેન્ટ ફંડ લગભગ 12 લાખ રૂપિયા ઘટી જાય છે. આ જ કારણ છે કે, ફાઈનાન્શિયલ એક્સપર્ટ જેમ બને તેમ વહેલા રોકાણની સલાહ આપે છે.