લંડનના બકિંગહામ પેલેસને દુનિયાના સૌથી મોંઘા ઘર તરીકે ઓળખવામાં આવે છે. તે બ્રિટિશ રોયલ ફેમિલીની ક્રાઉન પ્રોપર્ટી છે. તેમાં 775 રૂમ છે, જેમાં 52 રોયલ અને ગેસ્ટ બેડરૂમ, 92 ઓફિસ, 78 બાથરૂમ અને 19 સ્ટેટ રૂમ છે. તેની કિંમત લગભગ 6.7 બિલિયન ડોલર એટલે કે 5 ટ્રિલિયન રૂપિયાથી વધુ છે.