દુનિયાભરના અર્થતંત્ર પર 2019 અને 2020માં આર્થિક મંદીનું સંકડ જોવાઇ રહ્યું છે. ત્યાં જ આ બન્ને વર્ષ દરમિયાન ભારતનો વિકાસ દર 7.3 ટકા રહેવાનો અનુમાન છે. કેમ કે, ભારત પર આર્થિક મંદીની અસર ઓછી થશે. આ અમેરિકી રેટિંગ એજન્સી મૂડીઝે તેના રિપોર્ટમાં કહ્યું છે. હાલમાં જ વર્લ્ડ બેંકે પણ આર્થિક મંદીને લઇને ચેતવ્યા છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, અર્થતંત્ર ફરી એકવાર સંકટમાં સંપડાઇ શકે છે. આનું મોટું કારણ વધતું દેવું, બેંકિંગ સિસ્ટમ નબળી પડવી અને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર છે.
(1) ગ્લોબલ અર્થવ્યવસ્થામાં કુલ ઉત્પાદનનો 40 ટકા ભાગ ઉભરી રહેલાં બજારોમાંથી આવે છે. પરંતુ આમાં ખતરો વધારે છે. મોટાભાગના આવા બજારોમાં વિદેશી મુદ્રા અને ડોલરનો દબદબો રહે છે. આવી સ્થિતિમાં જ્યારે અમેરિકા વ્યાજ દર વઘારે છે, ત્યારે સિસ્ટમમાંથી નાણાં બહાર જવા લાગે છે અને માર્કેટ નબળું પડે છે. હાલમાં જ અર્જેન્ટિના અને તુર્કીમાં આવું જ જોવા મળ્યું.
(2) અમેરિકા અને ચીન એકબીજાના પ્રોડક્ટ પર ટેક્સ વધારી રહ્યાં છે. ચીને અમેરિકી માંસ અને શાકભાજી પર તો અમેરિકાએ ચીનથી આવતા સ્ટીલ, ટેક્સટાઇલ્સ અને ટેક્નિક પર ટેક્સમાં વધારો કર્યો છે.બન્ને દેશ વચ્ચે આ વિવાદ લગભગ 360 અરબ ડોલર સુધી પહોંચી ગયો છે. આઇએમએફ અનુસાર, આ વેપારીક જંગ અમેરિકાના જીડીપીને 0.9 ટકા અને ચીનના જીડીપીને 0.6 ટકા સુધી નબળો કરી શકે છે.
(4) દુનિયાભરની બેંકિંગ સિસ્ટમ નબળી પડી રહી છે. હાલના સમયે બેંકિંગ સેક્ટર ઉપરાંત કેટલીય નાણાકીય સંસ્થાઓ પણ લેણદેણમાં સક્રિય છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક પ્રમાણે યુરોપીય સંઘમાં આવી શેડો બેંક લગભગ 40 ટકા નાણાંની લેણદેણ માટે જવાબદાર છે. આટલું જ નહીં, ઘણી નાણાકીય સંસ્થાઓ પાસે પણ જોખમ સામે જરૂરી મૂડી નથી.
રેટિંગ એજન્સી મૂડીઝે કહ્યું કે, વિશ્વની અર્થવ્યવસ્થાઓની સરખામણીએ ભારત અને ઇન્ડોનેશિયા સારી સ્થિતિમાં છે. આ બન્નેનું ગ્રોથ સતત રહેશે. મૂડીઝે કહ્યું કે, આ વર્ષે ચૂંટણી પહેલાં ઘોષિત સરકારી ખર્ચથી ભારતમાં કંઝ્મપ્શન વધશે. જેથી ભારતના આર્થિક વિકાસને સપોર્ટ મળશે. જ્યારે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકારે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી અને મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપી છે.