Home » photogallery » બિઝનેસ » એક પણ રુપિયાના ખર્ચ વગર નેચરલ ફાર્મિંગ, તમે પણ આ રીતે લાખો કમાઈ શકો

એક પણ રુપિયાના ખર્ચ વગર નેચરલ ફાર્મિંગ, તમે પણ આ રીતે લાખો કમાઈ શકો

Natural Farming: અત્યાર સુધી તમે ઓર્ગેનિક ફાર્મિંગ અંગે ઘણું સાંભળ્યુ હશે પરંતુ શું ક્યારેય નેચલ ફાર્મિંગ અંગે જાણ્યું છે. તમને જણાવી દઈએ કે નેચરલ ફાર્મિંગ ઓર્ગેનિક ફાર્મિંગ કરતાં અલગ છે અને આ રીતે ખેતી કરીને ખેડૂતો ઓર્ગેનિક પાર્મિંગ કરતાં પણ વધુ કમાણી કરી રહ્યા છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन

  • 18

    એક પણ રુપિયાના ખર્ચ વગર નેચરલ ફાર્મિંગ, તમે પણ આ રીતે લાખો કમાઈ શકો

    ખેતીમાં આવક મેળવવા માટે આજકાલ ખેડૂતો નીતનવા પ્રયોગ કરતાં થયા છે. જેમાં ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા ખેતી કરીને તગડી કમાણી કરતાં ખેડૂતો અંગે તો તમે ઘણીવાર સાંભળ્યું હશે પરંતુ શું નેચરલ ફાર્મિંગ વિશે કોઈ જાણકારી છે? નામથી બંને સમાન લાગે છે જોકે તેમ છતાં બંને એકબીજાથી અલગ અલગ છે. જેનો મુખ્ય ફરક એ છે કે નેચરલ ફાર્મિંગ ઝીરો બજેટ ફાર્મિંગ હોય છે.

    MORE
    GALLERIES

  • 28

    એક પણ રુપિયાના ખર્ચ વગર નેચરલ ફાર્મિંગ, તમે પણ આ રીતે લાખો કમાઈ શકો

    નેચરલ ફાર્મિંગ નામ પરથી જ જાણી શકાય છે કે આ ખેતી બિલકુલ કુદરતી રીતે થાય છે અને તેમાં ખેડૂતની પોતાની જાત મહેનતને બાદ કરતાં કોઈ પણ પ્રકારનું રોકાણ થતું નથી. આ માટે જ તેને ઝીરો બજેટ ફાર્મિંગ કહેવામાં આવે છે. જેની શરુઆત મહારાષ્ટ્રના એક ખેડૂત અને એગ્રિકલ્ચર સાયન્ટિસ્ટ સુભાષ પાલેકરે કરી હતી.

    MORE
    GALLERIES

  • 38

    એક પણ રુપિયાના ખર્ચ વગર નેચરલ ફાર્મિંગ, તમે પણ આ રીતે લાખો કમાઈ શકો

    કેવી રીતે થાય છે નેચરલ ફાર્મિંગ? જેવું નામ તેવી ખેતી માટે આ ખેતીમાં ખેડૂતોએ કોઈપણ પ્રકારના કેમિકલ કે ખાતરનો ઉપયોગ કરવાનો નથી હોતો. આ ખેતીમાં મુખ્ય ભૂમિકા દેશી ગાયની છે. આ ખેતી ગાયના ગોબર અને મૂત્ર પર નિર્ભર કરે છે. જો કોઈ ખેડૂત પાસે દેશી ગાય છે અને થોડી જમીન છે તો તે એક પણ રુપિયાના ખર્ચ વગર આ ખેતી કરી શકે છે. આ ખેતીમાં ઉપયોગમાં લેવાતું ખાતર દેશી ગાયના ગોબરથી બનાવવામાં આવે છે, સાથે જ પાકને જીવાતથી બચાવવા માટે જે કીટનાશકનો ઉપયોગ થાય છે તે પણ ગૌમૂત્ર, ગોબર અને કેટલાક ઝાડના પાનના મિશ્રણથી બને છે.

    MORE
    GALLERIES

  • 48

    એક પણ રુપિયાના ખર્ચ વગર નેચરલ ફાર્મિંગ, તમે પણ આ રીતે લાખો કમાઈ શકો

    નેચરલ ફાર્મિંગ કે પ્રાકૃતિક ખેતીની બીજી સૌથી મોટી ખાસિયત એ પણ છે કે આ ખેતી માટે ખેડૂતોએ બીજ બજારમાંથી ખરીદવાની જરુરિયાત રહેતી નથી, પરંતુ પોતાના જ પાકના બીજ સાચવીને રાખવાના હોય છે અને આ જ બીજનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવે છે આમ આ પ્રકારની ખેતી માટે કોઈ ખર્ચ થતો નથી.

    MORE
    GALLERIES

  • 58

    એક પણ રુપિયાના ખર્ચ વગર નેચરલ ફાર્મિંગ, તમે પણ આ રીતે લાખો કમાઈ શકો

    કઈ રીતે ઓર્ગેનિક ફાર્મિંગથી અલગ? નેચરલ ફાર્મિંગની જેમ ઓર્ગેનિક ફાર્મિંગમાં પણ કોઈ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ તેમાં વર્મી કંપોસ્ટ, શાકભાજીથી બનેલા ખાતર વગેરેનો ઉપયોગ થાય છે. તેમજ લીમડાના તેલ જેવી કેટલીક વસ્તુઓનો પેસ્ટિસાઈડની જેમ ઉપયોગ થાય છે. જોકે, આમાંથી મોટાભાગની વસ્તુઓ ખેડૂતોને બજારમાંથી ખરીદવાની હોય છે. ઓર્ગેનિક ફાર્મિંગનો મુખ્ય હેતુ પ્રોડક્શન વધારવાનો છે, જ્યારે નેચરલ ફાર્મિંગમાં પ્રોડક્શન વધારવા પર ભાર આપવામાં આવતો નથી. ત્યાં સુધી કે આ ખેતીમાં માટીનું ખેડાણ પણ કરવામાં આવતું નથી.

    MORE
    GALLERIES

  • 68

    એક પણ રુપિયાના ખર્ચ વગર નેચરલ ફાર્મિંગ, તમે પણ આ રીતે લાખો કમાઈ શકો

    નેચરલ ફાર્મિંગને ભારતમાં પોપ્યુલર બનાવનાર સુભાષ પાલેકરે છે. જેઓ ખેડૂતની સાથે સાથે એક ખેત વૈજ્ઞાનિક પણ છે. તેમના અભૂતપૂર્વ યોગદાનને કારણે જ 2016માં તેમને દેશના ચોથા સૌથી મોટા સમ્માન પદ્મશ્રી દ્વારા નવજવામાં આવ્યા હતા. તેમણે ઝીરો બજેટ ફાર્મિંગ પર ઘણું કામ કર્યું છે અને તેને લઇને અનેક પુસ્તકો પણ લખ્યા છે.

    MORE
    GALLERIES

  • 78

    એક પણ રુપિયાના ખર્ચ વગર નેચરલ ફાર્મિંગ, તમે પણ આ રીતે લાખો કમાઈ શકો

    જો ખેડૂત નેચરલ ફાર્મિંગ અપનાવે છે તો ખેતી માટેનો તેનો ખર્ચ લગભગ શૂન્ય થઈ જાય છે. આ ઉપરાંત તેના દ્વારા ઉગતાં ફળ અને શાકભાજી કેમિકલ વગરના હોવાથી તેની કિંમત સારી એવી ઉપજે છે. આ ઉપરાંત જો નેચરલ ફાર્મિંગ વ્યાપક બને છે તો દેશમાં આજકાલ રસ્તા પર રખડતા ઢોરની સમસ્યાનું પણ નિરાકરણ આવી શકે છે. કારણ કે, ત્યારબાદ લોકો દૂધ ન આપતી ગાયને પણ છોડી નહીં મૂકે.

    MORE
    GALLERIES

  • 88