અદાણી ગ્રુપે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. અમેરિકાના એસેટ મેનેજર GQG પાર્ટનર્સ (GQG Partners) એ ગ્રુપની 4 કંપનીઓમાં 15446 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીમાં હિસ્સો ખરીદવામાં આવ્યો છે, જેણે અદાણી જૂથને લોન આપનારાઓને મોટી રાહત આપી છે.
અદાણી ગ્રુપમાં કઈ બેંકનું કેટલું એક્સપોઝર? જો આપણે અદાણી ગ્રુપ પર રહેલી લોન પર નજર કરીએ, તો અદાણી ગ્રુપની કંપનીઓમાં ધિરાણકર્તાઓએ તેમના રોકાણ અંગે આપેલી માહિતી અનુસાર REC યાદીમાં ટોચ પર છે. RECની કુલ લોન રૂ. 7,000 કરોડ છે, જે કુલ લોનના 1.7 ટકા છે. આ પછી ઇન્ડસઇન્ડ બેન્ક પાસે 1.52 ટકા (રૂ. 4150 કરોડ), એક્સિસ બેન્ક પાસે 1.21 ટકા (રૂ. 9221 કરોડ) છે.