સેબીએ જણાવ્યું હતું કે, આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈ અનુસાર તેવા દરેક વ્યક્તિ કે જેને PAN ફાળવવામાં આવ્યો છે, તે પોતાના આધાર નંબરને નિર્ધારિત સત્તાધિકારીને જણાવવો ફરજીયાત છે, જેથી આધાર અને PANને લિંક કરી શકાય. સેબીએ ઉમેર્યું હતું કે, "આ કામ નિર્ધારિત તારીખે અથવા તે પહેલાં પૂર્ણ કરવું જરૂરી છે, જો તેમ ન થયું તો PAN નિષ્ક્રિય થઈ જશે."