ચંદીગઢની જે ડબ્લ્યૂ મૈરિયટ હોટલમાં બે કેળા માટે રાહુલ બોઝને 442.50 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. અને મુંબઇની ફોર સીઝન હોટલમાં લેખક કાર્તિકને બે બોઇલ ઇંડા માટે 1,700 રૂપિયા આપવા પડ્યા હતા. સોશિયલ મીડિયામાં આ બંને લોકોની ટ્વિટ પછી મોટી હોટલમાં ખાવા પીવાની વસ્તુઓ પર વધુ પૈસા વસૂલવામાં આવી રહ્યા હોવાની વાત ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
જોકે આ મામલે હવે ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોર્ન્ટ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા એટલે કે FHRAI એ બંને હોટલનો બચાવ કર્યો છે. અને સાથે જ હોટલમાં આટલી મોંઘી ખાવા પીવાની વસ્તુઓ કેમ મળે છે તેનું ગણિત સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે. તેમણે કહ્યું કે હોટલ અને દુકાનમાં અંતર છે. અમે અહીં ફળ કે શાક નથી વેચતા અમે અહીં હોટલ એકોમોડેશન અને રેસ્ટોર્ન્ટ સર્વિસ આપીએ છીએ.
તમે જ્યારે કોઇ રિટેલ સ્ટોરથી કેળા ખરીદો છો તો તમને તે બજાર ભાવે મળે છે. જોકે જ્યારે તમે કોઇ 5 સ્ટાર હોટલથી કેળા કે ઇંડા ઓર્ડર કરો છો તો અમે અહીં ખાલી ફૂડ નથી આપતા પણ સર્વિસ પણ આપીએ છીએ. જેમ કે ક્વોલિટી ફૂડ, પ્લેટ, કટલરી, કુછ કોમ્પિમેન્ટ્રી આઇટમ, સાફ ફળ અને એક અદ્ઘભૂત માહોલ જેની પણ પોતાની એક કિંમત હોય છે. એવું આ FHRAI સંગઠનના પ્રમુખ જણાવ્યું. આમ તેમને જણાવ્યું કે કેમ 5 સ્ટારની હોટલમાં કેળા અને ઇંડા આટલા મોંઘા મળે છે.