અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં છેલ્લા કેટલાક દિવસથી બારે ઉછાળો આવ્યો છે. તેમાં પણ ગુરુવારે જોરદાર ઉછાળા સાથે અદાણી ગ્રુપની જુદી જુદી ચાર કંપનીઓમાં બ્લોક ડીલ પણ જોવા મળી છે. જોકે ગઈકાલે સવારે આ બ્લોક ડીલ થઈ ત્યારથી જ એવી ચર્ચા રહી છે કે આખરે અધધ કઈ શકાય તેટલા 15 હજાર કરોડ રુપિયા આ સમયે અદાણી ગ્રુપમાં કોણે રોક્યા?
આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી બની જાય છે કે એવા સમયે કોણ છે જેણે ગ્રુપ કંપનીઓમાં આટલી મોટી ખરીદી કરી છે જ્યારે શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ ગ્રુપ સામે જ્યારે કેટલાક આરોપો છે અને તેના વિશે સુપ્રીમ કોર્ટે પણ તપાસ સમિતિ બેસાડી છે ત્યારે બજારમાં ઘટતાં માર્કેટ કેપ વચ્ચે ગ્રુપની વ્હારે કોણ આવ્યું છે?
કોણ છે રાજીવ જૈન? અદાણી ગ્રુપ શેર વેચાણ દ્વારા રૂ. 15446 કરોડની રકમ એકત્ર કરવામાં સફળ રહ્યું છે. જીક્યુજી કંપની ડીલની બીજી બાજુ હતી. આ કંપનીના ચેરમેન અને સીઈઓ રાજીવ જૈન છે. જૈન જીક્યુજી પાર્ટનર્સના ચેરમેન પણ છે. તેની LinkedIn પ્રોફાઇલ મુજબ, તે GQG પાર્ટનર્સ વ્યૂહરચનાઓ માટે પોર્ટફોલિયો મેનેજર તરીકે સેવા આપે છે.
કંપની ક્યારે શરૂ થઈ: રાજીવ જૈને જૂન 2016માં GQG પાર્ટનર્સ શરૂ કરી હતી. તેમની કંપનીને 2023 માટે મોર્નિંગસ્ટાર ફંડ મેનેજર ઓફ ધ યર (ગ્લોબલ ઇક્વિટીઝ)નો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ફેબ્રુઆરી 2002 થી વોન્ટોબેલ એસેટ મેનેજમેન્ટમાં ઇક્વિટીના વડા તરીકેની ભૂમિકા પણ નિભાવી હતી. તેઓ પદ પર રહેવા દરમિયાન પણ તેમને 2012 માં મોર્નિંગસ્ટાર ફંડ મેનેજર ઓફ ધ યર તરીકે સમ્માનિત કરાયા હતા.