નવી દિલ્હીઃ અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ એકવાર ફરીથી હમલાવર થઈ ગઈ છે. અમેરિકી રિસર્ચ ફર્મે આ વખતે ભારતીય નહિ પણ અમેરિકી બિઝનેસમેન પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ વખતે હિંડનબર્ગના નિશાના પર અડાણી ગ્રુપ નહિ પણ, અમેરિકી બિઝનેસમેન જેક ડોર્સા છે. હિંડનબર્ગે તેની રિપોર્ટમાં જેક ડોર્સીની પેમેન્ટ કંપની બ્લોક ઈન્ક પર ગંભીર આરોપ લગાવ્યા છે. બ્લોક ઈન્ક પર છેતરપિંડી કરવા, એકાઉન્ટમાં હેરાફેરી, સરકારની રાહનનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. હિંડનબર્ગના આ ખુલાસા બાદ બ્લોક ઈન્કને મોટો ફટકો વાગ્યો છે. કંપનીના શેર 20 ટકા સુધી ઘટી ગયા છે. કંપનીને થોડા જ કલાકોમાં 80 હજાર કરોડનો ફટકો વાગ્યો છે.
કોણ છે જેક ડોર્સી? - હિંડનબર્ગ રિસર્ચે અમેરિકી બિઝનેસમેન જેક ડોર્સીની પેમેન્ટ કંપની બ્લોક ઈન્ક પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જેર માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના કો-ફાઉન્ડર છે. તેમણે 2015થી 2021 સુધી ટ્વિટરની કમાન સંભાળી. વર્ષે 2021માં ટ્વિટર છોડ્યા પછી તેમણે પોતાનું નવુ પ્લેટફોર્મ BlueSky લોન્ચ કર્યુ. બ્લૂસ્કાય એક તેમણે ટ્વિટરને ટક્કર આપવા ઊભુ કર્યુ હતું. આ એપને પણ યુઝર્સ ટ્વિટરની જેમ ફોલો કરી શકે છે. તેમની વાતો મૂકી શકે છે. ત્યારબાદ તેમણે બ્લોક રજૂ કર્યું. તેમના આ એપ દ્વારા કોરોનાકાળમાં 5.1 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયા. જ્યાકે જેકની વાત કરીએ, તો તેમનો જન્મ વર્ષ 1976માં અમેરિકાના સેન્ટ લૂઈસમાં થયો હતો. તેમણે અભ્યાસ પણ છોડી દીધો હતો.
શેર ધડામ, શ્વાહા થઈ ગયા 80 હજાર કરોડ - હિંડનબર્ગના ખુલાસા પછી, બ્લોકના શેર 20 ટકાથી વધારે ઘટી ગયા. શેરબજારમાં કંપનીના શેરોમાં વેચવાલીના કારણે થોડા જ કલાકોમાં કંપનીને 80 હજાર કરોડ રૂપિયાનો ફટકો વાગ્યો. બ્લોક ઈન્કની માર્કેટ કેપ 40 અરબ ડોલરથી નીચે આવી ગઈ. આ રિપોર્ટના એક દિવસ પહેલા બ્લોકની માર્કેટ કેપ 47 અરબ ડોલર હતી, જે ઘટીને 37 અરબ ડોલર પર પહોંચી ગઈ. થોડા જ કલાકોમાં કંપનીને 10 અરબ ડોલરનો ફટકો વાગ્યો. હિંડનબર્ગની રિપોર્ટ પછી બ્લોક ઈન્કને 80 હજાર કરોડનું નુકસાન વેઠવુ પડ્યું.
બ્લોક ઈન્કનો બિઝનેસ કોરોના મહામારી દરમિયાન ખૂબ જ બૂસ્ટ થયો હતો. આ દરમિયાન આ કેશ એપ દ્વારા દર મહિને 5.1 કરોડ રૂપિયાથી વધારે ટ્રાન્ઝેક્શન થયું. કેશ એપે મોટી કમાણી કરી. તેમની રિપોર્ટમાં હિંડનબર્ગે કહ્યુ કે, કોરોના સમયે સરકારની તરફથી મળી રહેલી રાહતોનો કંપનીએ ખોટો ઉપયોગ કર્યો છે. એપનો માસિક જ્યૂર 51 મિલિયન છે. કંપનીની માર્કેટ કેપ 44 અરબ ડોલર છે. જાણકારી અનુસાર, બ્લોક ઈન્ક એક ફાઈનાન્શિયલ એપ બેસ્ડ પ્લેટફોર્મ છે.
હિંડનબર્ગનો ખુલાસો - હિંડનબર્ગે તેની રિપોર્ટમાં બ્લોક ઈન્કને લઈને મોટા ખુલાસા કર્યા છે. રિપોર્ટમાં આરોપ લગાવ્યા છે, કે કંપનીએ સરકાર અને ગ્રાહકોના વિરુદ્ધ છેતરપિંડીમાં મદદ કરી છે. કંપનીએ નિયમોનો ભંગ કરીને યૂઝર બેસ બનાવ્યો છે. બ્લોક ઈન્કે યૂઝર પેરામીટરમાં અતિશયોકિત કરીને રોકાણકારોને ગુમરાહ કર્યા. હિંડનબર્ગે કહ્યું કે, અમે બે વર્ષ સુધી કંપનીની તપાસ કરી. ત્યારબાદ સામે આવ્યુ કે, બ્લોકને ડેમોગ્રાફિક્સનો લાભ ઉઠાવ્યો છે. કંપનીએ રોકાણકારોને ગુમરાહ કર્યા અને તથ્યોની સાથે ગુમરાહ કર્યા છે. કેશ પ્રોગ્રામ એપમાં ઘણી ખામીઓ છે, જેને છુપાવવામાં આવી છે.