

દુબઈનું નામ સાંભળતાં જ લોકોના મગજમાં સોનું ખરીદવાની વાત આવી જતી હોય છે. દુબઈમાં દિએરા નામની એક જગ્યા છે જ્યાં ગોલ્ડ સાઉક એરિયા ગોલ્ડ શોપિંગનું હબ માનવામાં આવે છે. આ ઉપરાંત દુબઈમાં તમે જોયલુકાસ, ગોલ્ડ એન્ડ ડાયમંડ પાર્ક અને માલાબાર ગોલ્ડ જેવા બીજા બજાર છે જ્યાંથી તમે સરળતાથી ઓછા ભાવમાં સોનું ખરીદી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)


ઓછા ભાવમાં સોનું ખરીદવા માટે લોકોની સૌથી પસંદગીનું સ્થળ થાઈલેન્ડનું બેન્કોક પણ છે. અહીં આપને ખૂબ જ ઓછા માર્જિનમાં ગોલ્ડ મળી જાય છે. તેની સાથે જ વેરાઇટી પણ ઘણી સારી હોય છે. અહીં ચાઇના ટાઉનમાં યાવોરાત રોડ સોનું ખરીદવા માટે સૌથી પસંદગીનું સ્થળ માનવામાં આવે છે. અહીં આપને મોટી સંખ્યામાં સોનાની દુકાનો મળી જશે. (પ્રતીકાત્મક તસવીર)


હોંગકોંગ દુનિયાભરમાં પોતાની શોપિંગ હબ માટે જાણીતું છે પરંતુ તમે જાણીને ચોંકી જશો કે અહીં સોનાનો ભાવ ખૂબ જ ઓછો હોય છે. હોંગકોંગ દુનિયાના સૌથી એક્ટિવ ગોલ્ડ ટ્રેડિંગ માર્કેટ પૈકી એક છે. આ ઉપરાંત અહીંની ગોલ્ડ ડિઝાઇન દુનિયાભરમાં પ્રચલિત છે. (પ્રતીકાત્મક તસવીર)


સમગ્ર વિશ્વમાં સ્વિત્ઝરલેન્ડ પોતાની ડિઝાઇનર ઘડીયાળો માટે ખૂબ પ્રચલિત છે, પરંતુ અહીં સોનાનો પણ સારો કારોબાર થાય છે. સ્વિત્ઝરલેન્ડના જ્યૂરિખ શહેર પોતાના ગોલ્ડ માર્કેટ માટે પણ ઓળખાય છે. અહીં આપને હેન્ડમેઇ ડિઝાઇનર ઘરેણાં મળે છે. અહીં પર કામ કરનારા કારીગર પેઢીઓથી આ વ્યવસાયમાં લાગેલા છે. (પ્રતીકાત્મક તસવીર)


આ ઉપરાંત ભારતમાં કેરળ રાજ્યમાં પણ ઘણા સસ્તા ભાવે સોનું મળી જાય છે. કેરળ રાજ્યના કોચિન શહેરમાં માલાબાર ગોલ્ડ, ભીમા જ્વેલર્સ, જોયલુકાસ જેવા અનેક સ્થળોથી તમને ઓછી કિંમતમાં સોનાને ખરીદવાની તક મળી શકે છે. દિવાળી પહેલા ધનતેરસના અવસરે અહીંના બજારોની રોનક અલગ જ હોય છે. અહીં નવા ઘરણાથી વધુ જૂના સોનાના બદલવાનું ચલણ સૌથી વધુ છે. (પ્રતીકાત્મક તસવીર)