

નવી દિલ્હીઃ વોટ્સએપ (WhatsApp) હવે ભારતમાં પોતાની સર્વિસનો વિસ્તાર કરવાની તૈયારીમાં છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, વોટ્સએપ વીમો (WhatsApp), માઇક્રો ફાઇનાન્સ (Micro Finance) અને પેન્શન (Pension) જેવી સર્વિસની પણ શરૂઆત ટૂંક સમયમાં કરશે. તેને લઈને પાયલટ પ્રોજેક્ટ પણ શરૂ થઈ શકે છે. ફાઇનાન્સિયલ પ્રોજેક્ટ સુધી લોકોની પહોંચ સરળતાથી થાય તે માટે ભારતમાં બેન્કો તથા નાણાકીય સંસ્થાનો જેવા ભાગીદારો સાથે કામ કરશે.


કંપનીના ભારત પ્રમુખ અભિજીત બોઝે બુધવારે આ વાત કહી. બોઝે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં કહ્યું કે કંપની ફાઇનાન્સિયલ પ્રોડક્ટ વિતરણથી સંબંધિત સમસ્યાઓના સમાધાન માટે સંભવિત સમાધાનોનું પરીક્ષણ કરવા માટે વિભિન્ન નવી પહેલોનું પણ સમર્થન કરશે. બોઝે જણાવ્યું કે ફેસબુકના સ્વામિત્વવાળી કંપની બેન્કિંગ ભાગીદારોની સાથે તેમની ડિજિટલ ઉપસ્થિતિને વધુ સારી બનાવવા અને દેશના વિભિન્ન ખંડો અને ભૌગોલિક ક્ષેત્રોમાં નાણાકીય પહોંચની ગતિ ઝડપી કરવા માટે એક વર્ષથી વધુ સમયથી કામ કરી રહી છે.


WhatsApp Pay પેમેન્ટ સર્વિસઃ નોંધનીય છે કે WhatsAppએ પોતાની પેમેન્ટ સર્વિસ WhatsApp Payનું પરીક્ષણ ભારતમાં 2018માં શરૂ કર્યું હતું. તે UPI આધારિત સર્વિસ યૂઝર્સને રૂપિયા મોકલવા અને પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે. તેનો મુકાબલો ભારતમાં સોફ્ટબેન્ક સમર્થિત પેટીએમ, ફ્લિપકાર્ટની ફોનપે અને ગૂગલ પેથી છે. મંજૂરી મેળવવાની મુશ્કેલીઓને કારણે કંપની ભારતમાં આખ સર્વિસને પૂર્ણ સ્વરૂપે લાગુ નથી કરી શકી.


ગરીબોની મદદ માટે તૈયારઃ બોઝે કહ્યું કે, આવનારા વર્ષોમાં બેન્કિંગ સેવાઓને સરળ બનાવવા અને તેના વિસ્તાર (ખાસ કરીને ગ્રામ્ય અને ઓછી આવકવાળી શ્રેણીઓમાં) માટે અમે વધુ બેન્કોની સાથે આવું કરવા માંગીએ છીએ.


બોઝે કહ્યું કે, અમે આરબીઆઈ દ્વારા રેખાંકિત પાયાની નાણાકીય સેવાઓ અને અન્ય પ્રોડક્ટ્સ માટે અમારા પ્રયોગોનો વિસ્તાર કરવા માંગીએ છીએ. તેની શરૂઆત માઇક્રો પેન્શન અને ઇન્સ્યોરન્સથી કરવા માંગીએ છીએ.