

મુંબઈઃ મુંબઈના (mumbai) ઉપનગર થાણેના ઝૂંપડપટ્ટી વસ્તી અંબીવલીમાં રહેતા બાબુસાહેબ આહિર 300 રૂપિયા રોજ પર મજૂરી કરે છે. આયકર વિભાગે (Income tax department) તેને જે નોટિસ (Notice)મોકલી છે, તે જોઈ આ મજૂર ભાઈ જ નહી કોઈ પણ ચોંકી ઉઠે. આયકર વિભાગે રોજ 300 રૂપિયા મજૂરી કરી કમાણી કરનાર મજૂરને 1.05 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મોકલી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આહિરના બેન્ક ખાતામાં નોટબંધી દરમિયાન 58 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.


જોકે, આવા અનેક કિસ્સાઓ ભારત ભરમાં બનતા હશે. જો તમારે પણ ઈનકમ ટેક્સ વિભાગની નોટિસ આવે છે. તો તમારે શું કરવું જોઈએ એ અંગે નિષ્ણાતોની સલાહ અહીં જણાવીશું. એક ટેક્સ જાણકારના જણાવ્યા પ્રમાણે આવી નોટિસ આવે ત્યારે તમારે હતાશ થવાની જરૂર નથી. આ અંગે તેઓ ઈનકમ ટેક્સ વિભાગને જાણકારી આપી શકો છો. જો તમને પણ આ પ્રકારની કોઈ નોટિસ આવી હોય તો ટેક્સએક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી જોઈએ.


ટેક્સ નિષ્ણાતના (IT exports) જણાવ્યા પ્રમાણે ઓનલાઈન માધ્યમથી ઈનકમ ટેક્સ વિભાગને જાણકારી આપવી જોઈએ. સૌથી પહેલા તમારે ઈનકમ ટેક્સ વિભાગની સત્તાવાર સાઈટ ઉપર જઈને યુઝરનેમ અને પાસવર્ડની મદદથી ઈફાઈલિંગ પોર્ટલ ઉપર લોગ ઈન કરવું જોઈએ. તમારું યુઝરનેમ પાન કાર્ડ હશે.


લોગ ઈન કર્યા પછી ઈ ફાઈલ ટેબમાં જઈને ‘Response to Outstanding Demand’ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ રિસ્પોન્સની કોલમ હશે. એની નીચે સબમિટ બટન પણ હશે. એના ઉપર ક્લિક કરવાનું રહેશે.


આપેલા રિસ્પોન્સની લીસ્ટમાં તમે કોઈ એક રિસ્પોન્સ પસંદ કરી શકો છો. તમે એ જ રિસ્પોન્સ પસંદ કરો જેના કારણે તેમને મુશ્કેલી થઈ છે. બીજા સ્ટેપમાં તમને ‘Disagree with the demand’ના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે.


આ રિસ્પોન્સને પસંદ કર્યા પછી તમારે ડ્રોપ ડાઉન મેન્યૂથી યોગ્ય કારણ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જરૂરી ફિલ્ડ્સને ભરવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. આ પ્રક્રિયા પુરી કર્યા બાદ તમારે ટ્રાન્જેક્શન આઈડીનીસાથે તમને એક મેસેજ દેખાશે. ત્યારબાદ આ ટ્રાન્જેક્શન આઈડીની મદદથી તમે તમારા રિસ્પોન્સ અંગે પાછળથી પણ જાણી શકો છો.


તમારા દ્વારા રિસ્પોન્સ સબમિટ કર્યા પછી ઈનકમ ટેક્સ અધિકારી આ અંગે તમાર માટે તમને રિપ્લાય પણ કરશે. અથવા તો તમને ઈનકમ ટેક્સ વિભાગ ઓફિસમાં પણ બોલાવવામાં આવી શકે છે. તમે ઈચ્છો તો તમારા કેસનું પ્રતિનિધિત્વ તમે જાતે કરી શકો છો અથવા તો કોઈ એક્સપર્ટની મદદ લઈ શકો છો. તમારા માટે સારું રહેશે કે તમે ટેક્સ એક્સપર્ટની મદદ લો. જેથી ટેક્સ એક્સપર્ટ અધિકારીને યોગ્ય રિપ્લાય આપી શકે.