નવી દિલ્હીઃ વીમા કંપનીઓની જેમ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ રિટાયરમેન્ટ પ્લાન્સ ઓફર કરે છે, જે રોકાણકારોની રિસ્ક પ્રોફાઇલ અને જીવનના તબક્કાના આધારે હોય છે. હાલ 11 AMC 27 પ્લાન ઓફર કરે છે, જે ઇક્વિટી અને ડેટના મિશ્રણમાં રોકાણ કરે છે. આ પૈકી આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ માત્ર થોડી યોજનાઓ જ કર કપાત માટે પાત્ર છે. આ યોજનાઓમાં કરવામાં આવેલ રોકાણ પાંચ વર્ષ અથવા નિવૃત્તિની ઉંમર સુધી, બેમાંથી જે વહેલું હોય તેના લોક-ઇન કરે છે. આવા લોક-ઇન થીસિસથી સ્કીમના ફંડ મેનેજરોને લાંબાગાળા માટે સ્ટોક ખરીદવા અને રાખવા બાબતે સરળતા રહે છે. તેઓ તેમના પોર્ટફોલિયોમાં મિડ અને સ્મોલકેપ શેરો રાખવાનું પસંદ કરે છે. રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાન્સમાં સૌથી વધુ લોકપ્રિય સ્મોલકેપ શેરો છે. અહીં સ્મોલકેપ શેરોને લગતો ડિસેમ્બર 2022 સુધીનો ડેટા આપેલ છે.