નવી દિલ્હીઃ લોકોને ચૂનો લગાવવા માટે ઠગ લોકો દરરોજ નવી રીતો શોધે , લોકોની બેદરકારી, શોખ કે લોભનો લાભ લઈને લોકોના ખિસ્સા ઉંચકતા હોય છે. હવે ઠગ લોકોને જૂની નોટો અને સિક્કાઓની હરાજી કરીને લાખો રૂપિયા કમાવવાની લાલચ આપી રહ્યા છે. ઈન્ટરનેટ પર ઘણી બધી સાઈટ્સ જૂની નોટો અને સિક્કાઓ ખરીદવા અને વેચવાનું કામ કરી રહી છે. ખાસ વાત તો એ છે કે, ખોટી સાઈટ્સ આરબીઆઈનું નામ અને લોગોનો ઉપયોગ કરીને લોકોને ફસાવી રહી છે. આરબીઆઈ હવે લોકોને આવી ઓફર્સમાં ન ફસાવવાની સલાહ આપી રહી છે.
ઘણી એવી સાઈટ્સ તો ગેરકાયદે આરબીઆઈના નામનો ઉપયોગ કરી રહી છે. તે એવું દર્શાવે છે કે, કારણ કે તેઓ આરબીઆઈ દ્વારા આમ કરવા માટે અધિકૃત છે. જ્યારે કોઈ તેમને જૂની નોટ કે સિક્કાઓની હરાજી માટો સંપર્ક કરે છે, તો આ ઠગ ચાર્જ, કમીશન કે ટેક્સના રૂપમાં રૂપિયાની માંગ કરે છે. ઘણા લોકો તેમની જાળમાં ફંસાઈને રૂપિયા ગુમાવી ચૂક્યા છે.
રિઝર્વ બેંકે ચેતવણી આપી- આરબીઆઈએ લોકોને અપીલ કરી છે કે તેઓ રિઝર્વ બેંકના નામે આ કપટી ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ સંસ્થા, કંપની કે પછી વ્યક્તિએ નોટો કે સિક્કાઓની હરાજી કરીને ટ્રાન્ઝેક્શન ફી લેવાનો અધિકાર આપ્યો નથી. લોકોએ આ પ્રકારની છેતરપિંડીથી બચવું જોઈએ. જો કોઈ નોટોની હરાજીના બદલામાં આરબીઆઈના નામ પર કમીશનની માંગ કરે તો, સામાન્ય માણસ પણ તેની જાણકારી સાઈબલ સેલને આપી શકે છે.