

આગામી નાણાંકીય વર્ષથી નોકરિયાત લોકોના હાથમાં આવનારી સેલેરી ઓછી થઇ શકે છે. કેન્દ્ર સરકારની ન્યૂ વેજ કોડ અંતર્ગત કંપનીઓ પે પેકેજને (Pay Package) રિસ્ટ્રક્ચર કરશે. સંભાવના છે કે, નવા કંપેન્સેશન નિયમને (New Compensation Rule) એપ્રિલ 2021થી લાગુ કરી દેવામાં આવશે. આ વેજ કોડ 2019નો ભાગ છે. નવા નિયમ અંતર્ગત અલાઉન્સ કમ્પોનેન્ટ કુલ સેલેરી કે કંપેનસેશનના (Allowance Component) 50 ટકાથી વધુ નથી હોતો. સરળ ભાશામાં કહીએ તો, કર્મચારીઓની બેઝિક સેલેરી (Basic Salary) ઓછામાં ઓછી 50 ટકા હોવી જોઇએ. નવા નિયમ અંતર્ગત પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી કમ્પોનેન્ટ પર પણ 1 એપ્રિલ 2021થી અસરમાં આવશે.


આ બિલને ગત વર્ષે જ સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસ મહામારીની આ પરિસ્થિતિમાં કંપનીઓ પર આની અસર જોવા મળી શકે છે. પબ્લિક ફીડબેક પ્રાપ્ત કર્યા બાદ કેન્દ્ર સરકાર આને નોટિફાઇ કરી દેશે. નવા નિયમ અંતર્ગત કર્મચારીઓની ગ્રેચ્યૂટી અને પ્રોવિડેન્ટ ફંડ યોગદાનમાં વધારો થશે. પરંતુ હાથમાં આવનારી સેલેરી થોડી ઓછી થઇ શકે છે.


આ નિયમ લાગુ થવાથી મહત્તમ કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતુ પેમેન્ટ સ્ટ્રક્ચરમાં બદલાઇ જશે. સામાન્ય રીતે આ કંપનીઓમાં નોન અલાઉન્સનો ભાગ ઓછો હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો આ 50 ટકાથી પણ ઘણું ઓછું હોય છે. કર્મચારીઓ અને નિયોક્તાઓ તરફથી પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન વધી જશે.


પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન વધવાના કારણે ટેક હોમ સેલેરી એટલે કર્મચારીઓના હાથમાં આવનારી સેલેરી ઓછી થઇ જશે. આમાં એક સારી વાત એ છે કે, ટેક હોમ સેલેરી ઘટ્યા છતાં રિટાયરમેન્ટ પછી મળતા ફંડ વધી જશે.