1/ 8


કોરોના સંકટ (COVID-19 Crisis)ની વચ્ચે અમેરિકામાં વધેલી બેરોજગારી દર વધતાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ભારતને મોટો આંચકો આપતાં H-1B વીઝા પર પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. 31 ડિસેમ્બર 2020 સુધી તેની પર રોક લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા લગભગ અઢી લાખ લોકોને આંચકો લાગ્યો છે. તેનાથી સૌથી મોટું નુકસાન ભારતીય પ્રોફેશનલ્સને થશે. નોંધનીય છે કે, અમેરિકામાં કામ કરનારી કંપનીઓને વિદેશી પ્રોફેશનલ્સને મળનારા વીઝાને H-1B વીઝા કહે છે. આ વીઝાને એક નિયત અવધિ માટે ઇસ્યૂ કરવામાં આવે છે. ટ્રમ્પના આ નિર્ણયથી આ કેટેગરીના વીઝા મેળવવામાં મુશ્કેલી ઊભી થશે. (Image: Network18 Graphics)