આજે બજેટમાં આવી ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે, જે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ અસર કરશે. ચાલો આપણે જાણીએ કે આજના બજેટ પછી શું સસ્તુ અને શું મોંઘુ થશે. સ્ટીલ પર કસ્ટમ ડ્યુટીમાં 10 ટકાનો ઘટાડો થયો છે. સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં 10% ઘટાડો. કોપર ડ્યુટી 2.5.. ટકા અને NAFTAની કસ્ટમ ડ્યુટી ઘટાડી 5 ટકા કરવામાં આવી કપાસ પર કસ્ટમ ડ્યુટી વધારીને 10 ટકા કરવામાં આવી છે. મોબાઇલ ફોન અને પાવરબેંક્સ પર કસ્ટમ ડ્યુટીમાં 2.5 ટકાનો વધારો કરાયો છે. સોલર ઇન્વર્ટર પર કસ્ટમ ડ્યુટી 5 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવી છે. સોલાર ફાનસ પર કસ્ટમ ડ્યુટી 5 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે. પસંદગીના ઓટો પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરવામાં આવી છે. ફાર્મ સેસને લીધે પેટ્રોલ લગભગ રૂ.4 અને ડીઝલ 2.5 રૂપિયા મોંઘુ થશે.