

નાણાકીય વર્ષ 2021-22 માટે આજે મોદી સરકારે બજેટ (Union budget 2021-22) રજૂ કર્યું છે. કોરોના કાળમાં મંદ પડી ગયેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે બજેટમાં અનેક જાહેરાત કરવામાં આવી છે. કોવિડ-19ને કારણે દેશમાં લગાવવામાં આવેલા લૉકડાઉન (Lockdown)ને કારણે અર્થતંત્રને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે જાણે બજેટમાં નાણા મંત્રી (FM Nirmala Sitharaman)એ આજે નવું અંદાજ પત્ર રજૂ કર્યુ છે. બજેટની સ્પીચમાં અને તેને લગતા દસ્તાવેજોમાં કેટલાક નાણાકીય અને બેન્કિંગના શબ્દોનો ઉપયોગ થાય છે. આ શબ્દોનું અર્થઘટન સમજવાથી બજેટ સમજવામાં મદદ મળશે. અહીંયા ગ્રાફિક્સમાં આ શબ્દોનો અર્થ સમજાવવામાં આવ્યો છે જ્યારે તેની સાથે આપવામાં આવેલા વર્ણમાં બજેટની હાઇલાઇટ્સ છે


નાણા મંત્રીએ કહ્યુ કે તેમની સરકાર લોકસભામાં કંપનીઝ એક્ટ 2013 માટે સંશોધન પ્રસ્તાવ લાવશે. નાની કંપનીઓ માટે માર્કેટ કેપિટઇઝેશનની મર્યાદા 50 લાખથી વધારીને 2 કરોડ રૂપિયા કરવામાં આવશે. નાની કંપનીઓ માટે કુલ ટર્નઓવર 2 કરોડ રૂપિયાથી લઈને 20 કરોડ રૂપિયા કરવામાં આવશે.


આ બજેટમાં બેંકના રિ-કેપિટલાઇઝેશન માટે 20 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. સરકારી બેંકોની બુક બરાબર કરવા માટે ભાર આપવામાં આવશે.


નાણાકીય વર્ષ 2022 માટે રેલવે મંત્રાલયને 1,10,055 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. જેમાં 1,07,100 કરોડ રૂપિયા કેપેક્સ માટે હશે.


નાણા મંત્રીએ મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંગે કહ્યું કે આ ક્ષેત્રમાં બે ડિજિટ ગ્રોથનો જરૂર છે. પીએલઆઈ સ્કીમ ઉપરાંત સરકાર મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક લોંચ કરશે.