ઘર ખરીદનારાઓને છૂટ- બજેટમાં ઘરે ખરીદનારાઓને છૂટ આપવાની જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકારની 2020 સુધી સૌને પોતાનું ઘર આપવાની યોજના છે. તેના માટે સસ્તા ઘરોને પ્રોત્સાહન મળી શકે છે.
2/ 7
રેલવેમાં ખાનગી ક્ષેત્રની હિસ્સેદારી- બજેટમાં રેલવે ટ્રેનોનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવાની જાહેરાત થઈ શકે છે. જોકે, હજુ આ વાતની ચર્ચા રેલવે બોર્ડના અધિકારીઓએ કરી છે, તેની પર નિર્ણય ક્યારે લેવાહે તેના વિશે હાલમાં જાણકારી નથી.
3/ 7
સસ્તી હોમ લોન- પહેલી એપ્રિલથી સામાન્ય જનતાને મોટી ભેટ આપતાં ભારતીય રિઝર્વ બેંકે તમામ પ્રકારની લોનના વ્યાજ દરને લઈને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિયમ હેઠળ હોમ, પર્સનલ અને સૂક્ષ્મ તથા લઘુ ઉદ્યોગો માટે વ્યાજ દર માટે બેંકો પર નિર્ભર નહીં રહેવું પડે.
4/ 7
ઇન્કમ ટેક્સના સ્લેબ્સમાં વધારો- બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબ અને રેટને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટ, ઇન્સ્યોરન્સ પ્રિમિયમ અને 1.5 લાખથી 2 લાખના મ્યૂચુઅલ ફંડમાં ટેક્સ બ્રેકને વધારી શકાય છે.
5/ 7
કોર્પોરેટ ટેક્સમાં કાપ- દેશના મુખ્ય ઉદ્યોગ મંડલ ફિક્કીએ સરકારને આગામી બજેટમાં નાની-મોટી દરેક પ્રકારની કંપનીઓ પર કોર્પોરેટ કરના રેટ ઘટાડીને 25 ટકા રાખવાની ભલામણ કરી છે. સરકાર કોર્પોરેટ ટેક્સમાં 1.25-1.5 ટકા કાપ કરીને 28.75-28.5 ટકાની વચ્ચે કરવાની જાહેરાત કરી શકે છે.
6/ 7
ખેડૂતોને છૂટ- ચૂંટણીનું વર્ષ હોવાના કારણે સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે. ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ મુક્ત કરી શકાય છે.
7/ 7
જીએસટીમાં થઈ શકે છે ફેરફાર- બિલ્ડર ખરીદી કરનારાઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નથી આપતા. જેથી જીએસટી પરિષદ 80 ટકા ઇનપુટ રજિસ્ટર્ડ ડિલરથી ખરીદનારા બિલ્ડર પર 5 ટકા જીએસટી લગાવવાનું વિચારી રહી છે.