આ વખતે જ્યારે પણ બજેટની વાત કરવામાં આવે છે ત્યારે દરેક લોકોને તે જ જાણવું હોય છે કે વચગાળાનું બજેટ શું હોય છે અને શું સરકાર વચગાળાના બજેટમાં કોઇ મોટી જાહેર કરશે કે કેમ? આ સવાલોનો જવાબ આપશું અમારા આ ખાસ રિપોર્ટમાં. શું કોઇ સરકાર વચગાળાના બજેટમાં મોટી જાહેરાતો કરી શકે? આ તમામ વાતો પર વિગતવાર વાંચો. સાથે જ પહેલા જાણો કેવી પરિસ્થિતિમાં આ વચગાળાનું બજેટ રજૂ કરાય છે.
1 ફેબ્રુઆરીમાં નાણાં મંત્રી અરુણ જેટલી વચગાળાનું બજેટ રજૂ કરશે. વચગાળાનું બજેટ બે પરિસ્થિતિમાં રજૂ કરવામાં આવે છે. એક તો સરકાર પાસે ફુલ બજેટ રજૂ કરવાનો સમય ના હોય અથવા તો લોકસભાની ચૂંટણી આવી રહી હોય તો. આ વચગાળાનું બજેટ સરકાર એટલા માટે લાવી રહી છે કારણ કે બે મહિલામાં લોકસભાની ચૂંટણી છે. આ પરિસ્થિતિમાં સરકાર બચેલા મહિનાના ખર્ચ માટે સંસદથી અનુમતિ લઇ શકે છે.
એટલે કે 2018-19માં જે બજેટ સરકારે રજૂ કર્યું હતું. તે દ્વારા ખાલી 31 માર્ચ 2019 સુધી જ થનારા ખર્ચની અનુમતિ આપવામાં આવી હતી. જો કે ચૂંટણી એપ્રિલ મેમાં થનારી ચૂંટણી પછી નવી સરકાર જુલાઇમાં બજેટ રજૂ કરશે. આમ એપ્રિલથી જુલાઇ ચાર મહિનાનો ખર્ચ અને તે માટે અનુમતિ મેળવવા માટે વચગાળાનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ 15મું વચગાળાનું બજેટ છે.
જો કે વચગાળાના આ બજેટમાં પરંપરા મુજબ કોઇ મોટી જાહેરાત નહીં કરવામાં આવે. પણ તેમ છતાં અનેક વાર કેટલાક નાણાં મંત્રી સમયની જરૂરિયાતનો હવાલો આપીને વચગાળાના બજેટમાં મોટી જાહેરાતો કરતા જોવા મળ્યા છે. પાછલી સરકારમાં નાણાં મંત્રી પી ચિદંમ્બરમે 2014-15માં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. અને એક્સાઇઝ ડ્યૂટીમાં મોટો કાપ પણ જાહેર કર્યો હતો. જો કે કાનૂની રીતે પણ વચગાળાના બજેટમાં કોઇ મોટી જાહેરાતો કરવામાં આવે તો તેને કોર્ટ રોકી ના શકે.