મિડ-કેપ શેરોમાં કરેલ રોકાણ (Investment in Mid-Cap Stocks) ચાર્ટ પરના ટોચના વળતર (Top Return) સાથે રોકાણકારોને રીવોર્ડ આપવામાં નિષ્ફળ રહ્યું હતું. મિડકેપ બેરોમીટરે (Midcap barometer) સ્મોલકેપ ઇન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો હોવા છતાં, તે લાર્જકેપ કાઉન્ટરપાર્ટ કરતાં નબળો રહ્યો હતો. આ દરમિયાન નિફ્ટી સ્મોલકેપ 100-ટીઆરઆઇ (TRI)માં આ સમયગાળા દરમિયાન 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મ્યુચ્યુઅલ ફંડ્સ અને યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન્સ (ULIP) બંને દ્વારા ઓફર કરવામાં આવેલા મિડકેપ ફંડ્સે તેનું અનુસરણ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે એક કેટેગરી તરીકે યુલિપ મિડકેપ ફંડ્સે 2022 (Best ULIP Midcap Funds in 2022)માં મ્યુચ્યુઅલ ફંડ્સની મિડકેપ કેટેગરીને પાછળ છોડી દીધી હતી. તેઓએ આ સમયગાળા દરમિયાન, અનુક્રમે 3.6% અને 2.5%નું સરેરાશ વળતર આપ્યું હતું. જોકે, 18માંથી માત્ર છ યુલિપ મિડકેપ ફંડે નિફ્ટી મિડકેપ 150-TRIને પાછળ છોડી દીધા હતા. મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના ડેટા મુજબ, અહીં 2022માં ટોપ 10 યુલિપ મિડકેપ ફંડ્સ છે. આ અભ્યાસ માટે કોઇ માટે ઓફર કરવામાં આવેલા યુલિપ ભંડોળને જ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. ગ્રુપ, પેન્શન અને હેલ્થ પ્રોડક્ટ્સ સાથે ઓફર કરવામાં આવતા યુલિપ ભંડોળને બાકાત રાખવામાં આવ્યા હતા.