બનોઅરીલાલ ચૌધરી, વર્ધમાનઃ પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં એક અનોખી શરબતની શોપ ખૂલી છે, તેનું નામ છે ‘જોબલેસ જ્યુસવાલા’! ‘જોબલેસ જ્યુસવાલા’એ આખા શહેરનું ધ્યાન ખેંચ્યુ છે. કેટલાક લોકો તો આવા યુનિક નામને કારણે દૂરદૂરથી જ્યુસ પીવા માટે આવે છે. જ્યુસ પણ એવો છે કે લોકો મોજથી પી રહ્યા છે. તેમાં મોજિતો, મસાલા સોડા, મસાલા કોલ્ડ ડ્રિન્ક્સ, મેંગો જ્યુસ વગેરે અહીં મળે છે.
આ શોપના એક માલિક અપુ જણાવે છે કે, ‘છટણીને કારણે ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ છે. ત્યારે અમે બંને નવી જોબ શોધી રહ્યા હતા. ત્યારે અમને બિઝનેસ કરવાનો વિચાર આવ્યો, કારણ કે અમને ખબર નહોતી કે નવી કંપની પણ ક્યારે બંધ થઈ જાય.’ અભિજિત ઉમેરે છે કે, ‘અમારો મુખ્ય ઉદ્દેશ સારું પીરસવાનો અને બિઝનેસને વિસ્તારવાનો છે. વાયરલ થવું તે અમારો ઉદ્દેશ્ય નથી.’