નવી દિલ્હીઃ તુર્કી (Turkey)માં 99 ટન સોના (Gold) વિશે માહિતી મળી છે. તેની કિંમત 6 અબજ ડૉલરથી વધુ હોવાનું કહેવાય છે. આ રકમ અનેક દેશોની જીડીપી (GDP)થી પણ વધુ છે. સોનાની આટલી મોટી ખાણની શોધ ફાહરેટિન પાઇરાજ (Fahrettin Poyraz) નામના એક વ્યક્તિએ કરી છે. પાઇરાજ તુર્કીના એગ્રીકલ્ચર ક્રેડિટ કો-ઓપરેટિવ્સ (Agricultural Credit Cooperatives)ના પ્રમુખ છે. એક સ્થાનિક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં પાઇરાજે જણાવ્યું કે બે વર્ષની અંદર અમે સોનાની આ ખાણમાંથી (Gold Mine) કેટલોક હિસ્સો કાઢવામાં સફળ રહીશું. તેનાથી તુર્કીની અર્થવ્યવસ્થાને ફાયદો થવાનો છે. (પ્રતીકાત્મક તસવીર)
આ વર્ષે તુર્કીમાં 38 ટન સોનાનું ઉત્પાદન- આ વર્ષે તુર્કીએ સોનાના ઉત્પાદનને લઈને પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે. 2020માં તુર્કીમાં 38 ટન સોનાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અહીંના ઉર્જા મંત્રી ફેથ ડૉનમેજ (Faith Donmezએ સપ્ટેમ્બર મહિનામાં જ લક્ય્બ રાખ્યું હતું કે તુર્કીને લગભગ 100 ટન સોનું ઉત્પાદન કરવાનું છે. (પ્રતીકાત્મક તસવીર)
ક્યાં મળી સોનાની ખાણ? - આ સોનાનો ખજાનો પશ્ચિમ મધ્ય વિસ્તારના Sogutમાં મળ્યો છે. ફાહરેટિન પાઇરાજે જણાવ્યું કે તેમની ગુબ્રેટસ કંપનીએ વર્ષ 2019માં કોર્ટના ચુકાદા બાદ એક અન્ય કંપની પાસેથી આ સ્થળનું નિયંત્રણ પ્રાપ્ત કર્યું હતું. બીજી તરફ સોનાની ખાણ મળવાના અહેવાલોથી ગુબ્રેટસના શૅરોમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો હતો. (પ્રતીકાત્મક તસવીર)
અનેક દેશોની GDPથી પણ વધુ છે કિંમત - તુર્કીમાં સોનાની આટલી મોટી ખાણ વિશે જાણકારી મળ્યા બાદ તેની કિંમત આંકવામાં આવી છે. આ કિંમત લગભગ 6 અબજ ડૉલરથી પણ વધુ જણાવવામાં આવી રહી છે. જોકે આ કિંમત અનેક દેશોની જીડીપી કરતાં પણ વધુ છે. જ્યારે માલદીપની જીડીપી 4.87 અબજ ડૉલર છે. બરુંડી, બારબાડોસ, ગુયાના, મોન્ટેનેગરો, મોરિશયાનાની જીડીપી 6 અબજ ડૉલરથી ઘણી ઓછી છે. (પ્રતીકાત્મક તસવીર)
બીજી તરફ, સીરિયાથી તુર્કી આવનારા શરણાર્થીઓની મદદ માટે યૂરોપિયન યૂનિયન (European Union) 590 મિલિયન ડૉલરની મદદ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. યૂરોપિયન યૂનિયન લગભગ 18 લાખ શરણાર્થીઓને પૂરતી રોકડ આપવા અને 7 લાખથી વધુ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરશે. આ પ્રોગ્રામને તુર્કીના રેડ ક્રિસેન્ટ મેનેજ કરી રહ્યા છે. યૂનિસેફ અને રેડ ક્રોસ પણ તેમાં પાર્ટનરશિપ કરી રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)