Home » photogallery » બિઝનેસ » 25 વીઘાના ખેતરમાં આ ખેડૂતે કરી ખેતી, 3000 રૂપિયા ખર્ચ થયો અને 5 લાખની કમાણી; ભલભલા ચોંકી ગયા

25 વીઘાના ખેતરમાં આ ખેડૂતે કરી ખેતી, 3000 રૂપિયા ખર્ચ થયો અને 5 લાખની કમાણી; ભલભલા ચોંકી ગયા

હાલમાં મોટાભાગના લોકો ખેતી તરફ વળી રહ્યા છે. લોકો નોકરી છોડીને ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે અને આમાં સફળતા પણ મેળવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના રહેનારા અજય રત્ન પણ એવા જ ખેડૂત છે, જેમણે 10 વર્ષો સુધી આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યા પછી, ગામ આવીને ખેતી શરૂ કરી.

विज्ञापन

  • 16

    25 વીઘાના ખેતરમાં આ ખેડૂતે કરી ખેતી, 3000 રૂપિયા ખર્ચ થયો અને 5 લાખની કમાણી; ભલભલા ચોંકી ગયા

    નવી દિલ્હીઃ હાલમાં મોટાભાગના લોકો ખેતી તરફ વળી રહ્યા છે. લોકો નોકરી છોડીને ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે અને આમાં સફળતા પણ મેળવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના રહેનારા અજય રત્ન પણ એવા જ ખેડૂત છે, જેમણે 10 વર્ષો સુધી આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યા પછી, ગામ આવીને ખેતી શરૂ કરી. તેમણે સામાન્ય ખેડૂતોની જેમ ખેતી કરવાની શરૂઆત કરી. પરંતુ ખેતીના ખર્ચમાં વધારે થતા તેમણે કંઈક નવુ કરી ખેડૂતો માટે એક સસ્તું અને ટકાઉ ખેતી મોડસ રજૂ કરવાનો પ્રયાસ કર્યો. આ માટે અજયે ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી’ પદ્ધતિ અપનાવી ખેતીનો ખર્ચ શૂન્ય કરી લોકો માટે પ્રેરણારૂપ બન્યા.

    MORE
    GALLERIES

  • 26

    25 વીઘાના ખેતરમાં આ ખેડૂતે કરી ખેતી, 3000 રૂપિયા ખર્ચ થયો અને 5 લાખની કમાણી; ભલભલા ચોંકી ગયા

    પ્રાકૃતિક ખેતીએ બદલી તસવીર - પ્રાકૃતિક ખેતી શીખ્યા પછી અજય 25 વીઘામાં આ પદ્ધતિ પ્રમાણે ખેતી કરી રહ્યા છે. આ સફળ મોડલને જોઈને વિસ્તારના અન્ય ખેડૂતો પણ તેમની સાથે જોડાયા છે. અજય માસ્ટર ટ્રેનર છે અને હજુ સુધી હજારો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે જાગૃત કરી ચૂક્યો છે. પ્રાકૃતિક ખેતીનુ સફળ મોડલ રજૂ કરવાને કારણે અજય રત્ન વર્ષ 2019માં ‘કૃષિ અનન્યા’ એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યો છે.

    MORE
    GALLERIES

  • 36

    25 વીઘાના ખેતરમાં આ ખેડૂતે કરી ખેતી, 3000 રૂપિયા ખર્ચ થયો અને 5 લાખની કમાણી; ભલભલા ચોંકી ગયા

    નોકરી છોડ્યા પછી અજયને પિતા અને પરિવારનો સહયોગ મળ્યો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટે સૌથી જરૂરી દેશી નસ્લની ગાય છે, જે તેમની પાસે ન હતી. એટલા માટે તેમણે પરિવારજનો પાસેથી દેશી ગાય લીધી અને હવે પોતાની ગાયો ખરીદીને ન માત્ર પ્રાકૃતિક ખેતી માટે ઈનપુટ્સ તૈયાર કર્યા, પરંતુ દૂર-દૂરથી આવનારા ખેડૂતોને પણ ઉપલબ્ધ કરાવ્યા.

    MORE
    GALLERIES

  • 46

    25 વીઘાના ખેતરમાં આ ખેડૂતે કરી ખેતી, 3000 રૂપિયા ખર્ચ થયો અને 5 લાખની કમાણી; ભલભલા ચોંકી ગયા

    ઓછા ખર્ચમાં વધારે નફો - અજય દર વર્ષે 5 લાખ રૂપિયાથી વધારેની કમાણી કરે છે અને તેના માટે તેમનો ખર્ચ માત્ર 2થી 3 હજાર રૂપિયા આવી રહ્યો છે. હિમાચલ પ્રદેશ કૃષિ વિભાગ પ્રમાણે, તેઓ જણાવે છે, કે પ્રાકૃતિક કેતી પદ્ધતિ વિશે બજારમાંથી કોઈ પણ સામાન લાવવાની જરૂર હોતી નથી. ખેતીમાં પ્રયોગ થનારા બધા જ સંસાધન ઘરની આસ-પાસ જ મળી જાય છે, જેનાથી ખેતીની ખર્ચ ના બરાબર આવે છે. તેમણે જણાવ્યું કે, આ ખેતી પદ્ધતિથી માનવ સ્વાસ્થ્યની સાથે સાથે જમીનની સ્વાસ્થ્યમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 56

    25 વીઘાના ખેતરમાં આ ખેડૂતે કરી ખેતી, 3000 રૂપિયા ખર્ચ થયો અને 5 લાખની કમાણી; ભલભલા ચોંકી ગયા

    તેઓ, શેરડી, ઘઉં, વટાણા, સોયાબીન, મગ, હળદર, ટામેટા, શિમલા મરચું વગેરેની ખેતી કરી રહ્યા છે. રાસાયણિક ખેતીમાં ખર્ચ 30,000 રૂપિયા આવે છે અને કમાણી 45,00 રૂપિયા થાય છે. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટીને 3,000 રૂપિયા રહી ગયો અને નફો 5 લાખથી વધારે રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 66

    25 વીઘાના ખેતરમાં આ ખેડૂતે કરી ખેતી, 3000 રૂપિયા ખર્ચ થયો અને 5 લાખની કમાણી; ભલભલા ચોંકી ગયા

    (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES