નવી દિલ્હી: ઘર ખરીદી માટે અત્યારે હોમ લોન (Home Loan) જરૂરી બની ગઈ છે. કોરોનાના પગલે હાલ હોમ લોનના દરો (Home loan interest rate) સૌથી નીચેના સ્તર છે. હોમ લોનના દર દરેક બેંકના અલગ અલગ હોય છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India)ની મોનિટરી પૉલિસીની ગત બેઠકમાં વ્યાજદર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, આરબીઆઈ (RBI)એ વ્યાજદરોમાં વધારો કર્યો ન હતો. હવે આગામી આરબીઆઈની મોનિટરી પૉલિસી (RBI Monetary policy meet)ની બેઠક પહેલા વ્યાજદરમાં વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં જો તમે પણ હોમ લોન લેવા માંગો છો તો અમે અહીં 10 બેંક વિશે માહિતી આપી રહ્યા છીએ. આ બેંકો સૌથી ઓછા દરે હોમ લોન આપી રહી છે.
આંકડાની વિગત : ઉપરનો ડેટા બેંકબજાર દ્વારા એકઠો કરવામાં આવ્યો છે. ઉપરની વિગતો જાહેર અને ખાનગી ક્ષેત્રની વેબસાઇટો પર આપવામાં આવેલી માહિતી પરથી લેવામાં આવી છે. જે બેંકો કે હાઉસ ફાઇનાન્સ કંપનીઓને ડેટા વેબસાઇટ પર ઉપલબ્ધ ન હતો તેને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. આ ડેટા ચોથી એપ્રિલ સુધીનો છે. EMIની ગણતરી કરતી વખતે 20 વર્ષના સમયને ધ્યાનમાં લેવામાં આવ્યો છે.