Home » photogallery » બિઝનેસ » સોલરથી જોડાયેલા 5 બિઝનેસથી કરો મોટી કમાણી, પૈસા નથી તો સરકાર કરશે મદદ

સોલરથી જોડાયેલા 5 બિઝનેસથી કરો મોટી કમાણી, પૈસા નથી તો સરકાર કરશે મદદ

જો તમારી પાસે કમાણીનું કોઈ સાધન નથી અને તમે પોતાનો વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો આ 5 સોલારથી જોડયેલા વેપારને શરૂ કરી શકો છો. જેમાં સરકાર પણ સહાય કરશે.

  • 15

    MORE
    GALLERIES

  • 25

    સોલરથી જોડાયેલા 5 બિઝનેસથી કરો મોટી કમાણી, પૈસા નથી તો સરકાર કરશે મદદ

    સૌર-સંચાલિત ઉત્પાદનોનો વેપાર - કેટલાક રાજ્યોમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં સૌર પ્લાન્ટંને ફરજિયાત બનાવ્યા છે. તેમાંથી, તમે સોલાર પીવી, સોલર થર્મલ સિસ્ટમ, સોલર એટિક ફેન, સોલર કૂલિંગ સિસ્ટમનો વ્યવસાય શરૂ કરી શકો છો. હાલ આવા ઘણા ઉત્પાદનોની માંગ છે જે સૌર પર ચાલે છે. ભારતીય અને વિદેશી કંપનીઓ સોલાર મોબાઈલ ચાર્જર્સ, સોલર વોટર હીટર, સોલર પમ્પ, સોલર લાઇટ બનાવી રહી છે. આમાંના કેટલાક ઉત્પાદનો જેમ કે વોટર હીટર, પમ્પ્સને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. તમે આ ઉત્પાદનોનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. આ ધંધાનો પ્રારંભ કરવામાં 1 થી 2 લાખ રૂપિયા ખર્ચ થશે. બેંકો તરફથી પણ લોનની સુવિધા ઉપલબ્ધ છે. બિઝનેસમાં મહિનામાં 20-40 હજાર રૂપિયાની કમાણી થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 35

    સોલરથી જોડાયેલા 5 બિઝનેસથી કરો મોટી કમાણી, પૈસા નથી તો સરકાર કરશે મદદ

    સૌર જાળવણી અને સફાઇ કેન્દ્ર - સૌરની વધતી માંગને કારણે, તેનાથી સંબંધિત તમામ વ્યવસાયો ખૂબ નફાકારક છે. સૌર મેંટેનેંસ અને ક્લીનિંગ સેન્ટરથી પણ મોટી કમાણી મેળવી શકાય છે. સૌર પેનલની જાળવણી જેટલી સારી રીતે કરો તેટલું તેનું ઉત્પાદન ગુણવત્તા વધુ સારી બને છે. સફાઇ કેન્દ્ર ખોલીને સોલાર પેનલ ઉત્પાદનો અને ઇન્વર્ટરની મરામત અને જાળવણી કરી શકાય છે. આમાં વેપાર તમે ખાલી 50 હજાર રૂપિયાથી શરૂ કરી શકો છે. જેમાં દર મહિને 15 થી 20 હજાર રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 45

    સોલરથી જોડાયેલા 5 બિઝનેસથી કરો મોટી કમાણી, પૈસા નથી તો સરકાર કરશે મદદ

    સૌર સલાહકાર બનો- તમે સોલાર સલાહકાર બનીને પણ સારી કમાણી કરી શકો છો. સલાહકાર બનવા માટે, સૌર વ્યવસાયનું ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે. તેના ઘણા અભ્યાસક્રમો પણ છે. જે જાણકારી મેળવી તમે સલાહકાર તરીકે મદદ કરી શકો છે. સલાહકારનું કાર્ય સાઇટનો અભ્યાસ અને રોકાણની સલાહ આપવાનું છે. આ માટે તમારે ઓફિસ, વેબસાઇટ જેવી મૂળભૂત બાબતોની જરૂર છે.

    MORE
    GALLERIES

  • 55

    સોલરથી જોડાયેલા 5 બિઝનેસથી કરો મોટી કમાણી, પૈસા નથી તો સરકાર કરશે મદદ

    ધિરાણ સલાહકાર- આ એક સૌથી વધુ નફાકારક વ્યવસાય છે, કારણ કે તેમાં રોકાણની જરૂર નથી. આજકાલ ફાઇનાન્સિંગ કન્સલ્ટન્ટની માંગ પણ ઘણી છે. ઘણી સરકારી અને બિન-સરકારી એજન્સીઓ સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે નાણાં પૂરા પાડે છે. પરંતુ, સામાન્ય લોકો આ અંગે જાગૃત નથી. તમે આવી બધી વિગતો એકત્રિત કરી અને લોકોને માહિતી આપી શકો છો. તેમાંથી 30 થી 50 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

    MORE
    GALLERIES