જો તમને એસયુવી કારો પસંદ આવે છે અને તમારું બજેટ તેમાં ફિટ નથી બેસી રહ્યું તો આ માહિતી તમારા માટે ખુબજ ઉપયોગી નીવડશે. અમે તમારા માટે એવી એસયુવી કારની લિસ્ટ લઈને આવ્યા છીએ કે જેનું બજેટ 10 લાખથી પણ ઓછું છે. જેમાં મારુતિની બ્રેઝાથી લઈને હ્યુન્ડાઇ સુધી અનેક કારોનો સમાવેશ થાય છે. જેમાં સારા ફીચર્સની સાથે સારી એવરેજ પણ આવે છે. ચાલો જાણીએ એ તમામ કારો વિષે.
મારુતિ બ્રેઝા: ભારતમાં સૌથી લોકપ્રિય મારુતિની બ્રેઝા કાર કે જે 5 સિટર છે. જેની કિંમત 7.99 લાખથી શરૂ થાય છે. જે 1.5 લીટર પેટ્રોલ એન્જીન કાર છે. બ્રેઝાના ઇન્ટીરિયરમાં ઈલેક્ટ્રિક સનરૂફ, પેડલ શિફ્ટર્સ, હેડ-અપ ડિસ્પ્લે, નવી ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ, છ એરબેગ સહિતની આકર્ષક સુવિધા મુકવામાં આવી છે. આ કાર 19.8 kmpl સુધીની માઈલેજ આપે છે.
રેનો કિગર: આ 5 સિટર કાર નાની એસયુવી કાર છે. આ કારની કિંમત રૂ.5.99 લાખથી શરુ થાય છે. જેમાં 5 સ્પીડ એન્જીન આપવામાં આવેલું છે જે 160nm ટૉર્ક ઉત્ત્પન કરવાને સમર્થ છે. કારનું લેટેસ્ટ વેરિયંટ હવે ક્રુઝ કંટ્રોલ અને વાયરલેસ ફોન ચાર્જર પણ આપવામાં આવે છે. અન્ય વિશેષતાઓમાં આઠ ઇંચની ટચસ્ક્રીન ફ્લોટિંગ ડિસ્પ્લે અને સાત ઇંચની મલ્ટિ સ્કિન રિકોન્ફિગરેબલ TFT કલર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો સમાવેશ થાય છે. આ કાર 19.61 kmpl સુધીની માઈલેજ આપે છે.
મહિન્દ્રા બોલેરો: આ કાર 7 સિટર કોમ્પેક્ટ SUV છે. જેની કિંમત 9.53 લાખથી શરુ થાય છે. જેમાં કુલ 3 વેરિયંટ છે. તેનું એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશથી જોડાયેલું છે. તેમજ બીએસ 6 મોડેલમાં નવું બમ્પર ગ્રીલ, ચાલક માટે ઇન્ફર્મેશન સિસ્ટમ, ડિજિટલ ઘડિયાળ, ગિયર અને ડોર લોક ઇન્ડિગેશન સહિતની અનેક સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. આ કાર 16.71 kmpl સુધીની માઈલેજ આપે છે.
હ્યુન્ડાઇ વેન્યુ: આ કાર 5 સિટર કોમપેક્ટ SUV કાર છે. જેની કિંમત 7.53 લાખથી શરુ થાય છે. આ કાર 3 એન્જીન વેરિયંટ સાથે ઉપલબ્ધ છે. આ કાર118bhp પાવર અને 172Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કારમાં ડીઝલ એન્જીન પણ ઉપલબ્ધ છે તેમજ 6 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ આવે છે. હ્યુન્ડાઈનું નવું મોડેલ એર પ્યુરિફાયર, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફોર-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, રીકલાઈનિંગ રીઅર સીટ અને ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ડ્રાઈવર સીટથી પણ સજ્જ છે. એવરેજની વાત કરવામાં આવે તો પેટ્રોલ એન્જિન પર 17.5 kmpl અને ડીઝલ એન્જિન પર 23.4 kmpl ની માઈલેજ આપે છે.
કિયા સોનેટ: આ 5 સિટર SUV કાર છે, જેની શરૂઆતની કિંમત 7.49 લાખ રૂપિયા છે. જેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ આપવામાં આવેલું છે. આ કાર ડીઝલ એન્જીનમાં વધુ ક્ષમતા સાથે ઉપલબ્ધ છે. અપડેટેડ સોનેટને સાઇડ એરબેગ્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સમગ્ર શ્રેણીમાં માનક તરીકે મળે છે. આ કાર પેટ્રોલ એન્જિન પર 18.2 kmpl અને ડીઝલ એન્જિન પર 24.1 kmpl ની માઈલેજ આપે છે.