Top 5 Safest Cars In India: ગ્લોબલ NCAPના તાજેતરના રિપોર્ટમાં હ્યુન્ડાઇ i20, હ્યુન્ડાઈ ક્રેટા અને ટોયોટા અર્બન ક્રૂઝરના સેફ્ટી રેટિંગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી હ્યુન્ડાઈની બંને કારને સુરક્ષા મામલે થ્રી સ્ટાર રેટિંગ મળ્યું છે. બીજી તરફ ક્રેશ ટેસ્ટમાં અર્બન ક્રૂઝરને (Toyota Urban Cruiser) સુરક્ષા મામલે ફોર સ્ટાર રેટિંગ મળ્યું છે. જો તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા છો અને આ માટે સુરક્ષાને પ્રાધાન્ય આપી રહ્યા છો તો આજે અમે તમને ભારતની સૌથી પાંચ સુરક્ષિત કાર વિશે જણાવી રહ્યા છે. આ તમામ કારને Global NCAP તરફથી સુરક્ષા મામલે પાંચ સ્ટાર રેટિંગ પ્રાપ્ત થયું છે.
1) Mahindra XUV700 : આ યાદીમાં મહિન્દ્રા એક્સયૂવી700 એસયૂવી પ્રથમ નંબર પર છે. ગત વર્ષે ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં કારને પાંચ સ્ટાર રેટિંગ મળ્યું હતું. આ એસયૂવી સાત એરબેગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, 360 ડિગ્રી કેમેરા, બ્લાઇન્ડ વ્યૂ મોનિટરિંગ અને એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ જેવા સેફ્ટી ફીચર્સ સાથે આવે છે. આ ઉપરાંત તેમાં ફ્રન્ટા કોલિઝન વોર્નિંગ, ઑટોમેટિક ઇમરજન્સી બ્રેક, લેન કીપ આસિસ્ટ, લેન ડિપાર્ચર વોર્નિંગ, સ્માર્ટ પાયલટ આસિસ્ટન્ટ સામેલ છે.
2) Tata Punch : બીજા નંબર પર ટાટાની ખૂબ જ પ્રસિદ્ધ કાર પંચ આવે છે. ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચને પણ ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યું છે. હાલ આ કાર ભારતની બીજા નંબરની સૌથી સુરક્ષિત કાર છે. વયસ્કો માટે આ કારને ફાઇવ સ્ટાર રેટિંગ પ્રાપ્ત છે, જ્યારે બાળકોની સુરક્ષા મામલે આ કારને ફોર સ્ટાર રેટિંગ પ્રાપ્ત છે. અલ્ટ્રોઝ અને નેક્સન બાદ સુરક્ષા માન્યતા પ્રાપ્ત કરનારી ટાટા કંપનીની આ ત્રીજી કાર છે.
3) Mahindra XUV300 : ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં ફાઇવ સ્ટાર રેટિંગ મેળવનારી એક્સયૂવી300 મહિન્દ્રાની પ્રથમ કાર છે. આ કારને સૌથી વધારે સુરક્ષાના માપદંડો પર ખરીદ ઉતરવા માટે 'સેફર ચોઈસ'નો એવોર્ડ પણ મળ્યો છે. ટાટા પંચ પહેલા XUV300ને અત્યારસુધી ટેસ્ટ કરવામાં આવેલી કોઈ પણ ભારતીય કારની હાઈએસ્ટ કમ્બાઇન્ડ ઓક્યૂપેન્ટ સેફ્ટી રેટિંગ પ્રાપ્ત હતી.
4) Tata Altroz : ટાટાની પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝ હાલમાં ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં ફાઇવ સ્ટાર રેટિંગ સાથે પતાના સેગમેન્ટમાં ભારતની સૌથી સુરક્ષિત કાર છે. આ કારને ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ પ્રોટેક્શન માટે થ્રી સ્ટાર રેટિંગ મળેલું છે. અલ્ટ્રોઝ કારમાં એબીએસ, ટ્રેક્શન કંટ્રોલ, સેન્ટ્રલ લૉકિંગ, ઈબીડી, ચાઇલ્ડ સીટ માઉન્ટ અને બે એરબેગ્સ જેવા ફીચર્સ મળે છે.
5) Tata Nexon: ભારતમાં હાલમાં ઉપલબ્ધ સબ-કૉમ્પેક્ટ SUVમાં ટાટા નેક્સન ગ્લોબલ એનસીએપી રેટિંગની દ્રષ્ટીએ સૌથી સુરક્ષિત કાર છે. આ કારને વ્યસ્કો માટે ફાઇવ સ્ટાર રેટિંગ પ્રાપ્ત છે, જ્યારે બાળકો માટે થ્રી સ્ટાર રેટિંગ પ્રાપ્ત છે. નેક્સન કારમાં ડ્યૂઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ બ્રેક જેવા સેફ્ટી ફીચર્સ સામેલ છે.