ભારતના એવા બેંક સીઈઓ જેનો મહિનાનો પગાર છે રૂ. 89 લાખ
દેશમાં સૌથી વધારે પગાર મેળવતા સીઈઓની નવી યાદી જાહેર થઈ છે. નાણાકીય વર્ષ 2019માં ભારતમાં સૌથી વધારે પગાર એચડીએફસીના સીઈઓને મળ્યો છે. જાણો સૌથી વધારે પગાર મેળવતા પાંચ બેંક સીઈઓ વિશે.
દેશમાં સૌથી વધારે પગાર મેળવતા બેંક સીઈઓની નવી યાદી જાહેર થઈ છે. નાણાકીય વર્ષ 2019માં ભારતમાં સૌથી વધારે પગાર એચડીએફસીના સીઈઓને મળ્યો છે. જાણો સૌથી વધારે પગાર મેળવતા સીઈઓમાં કોનું કોનું નામ સામેલ છે?
2/ 6
સૌથી વધારે પગાર મેળવતા બેંકોના સીઈઓમાં પ્રથમ નામ એચડીએફસીના સીઈઓ આદિત્ય પુરીનું છે. નાણાકીય વર્ષ 2019માં પુરીને દર મહિને રૂ. 89 લાખ મળ્યાં.
3/ 6
સૌથી વધારે પગાર મેળવતા બેંક સીઈઓમાં બીજું નામ એક્સિસ બેંકના સીઈઓ અમિતાભ ચૌધરીનું છે. તેમને દર મહિને રૂ. 30 લાખનો પગાર મળ્યો છે.
4/ 6
દેશમાં સૌથી વધારે પગાર મેળવતા બેંક સીઈઓમાં ત્રીજું નામ કોટક મહિન્દ્રાના ઉદય કોટકનું છે.
5/ 6
નાણાકીય વર્ષ 2019માં સૌથી વધારે પગાર મેળવતા બેંક સીઈઓમાં ચોથા નંબર પર આઈસીઆઈસીઆઈની પૂર્વ સીઈઓ ચંદા કોચર છે. રાજીનામું આપ્યા પહેલા તેમને મહિના રૂ. 26 લાખ પગાર મળતો હતો.
6/ 6
સૌથી વધારે પગાર મેળવતા ભારતીય સીઈઓમાં પાંચમું સ્થાન આઈસીઆઈસીઆઈના વર્તમાન સીઈઓ સંદીપ બક્ષીનું છે. તેમને દર મહિના રૂ. 16 લાખનો પગાર મળે છે.