Top 5 Aggressive Hybrid Funds- અગ્રેસિવ હાઈબ્રિડ ફંડ સ્કીમમાં ફંડનો મોટાભાગનો હિસ્સો ઈક્વિટી અથવા ઈક્વિટી આધારિત સિક્યોરિટીમાં રોકાણ કરવામાં આવે છે. હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ (Hybrid Mutual Funds)માં રોકાણકારોના રૂપિયા મલ્ટીપલ એસેટ ક્લાસમાં રોકાણ કરવામાં આવે છે. ઈક્વિટીની સાથે સાથે દેવામાં પણ તમારા પૈસાનું રોકાણ કરવામાં આવે છે. જેને બેલેંસ્ડ હાઈબ્રિડ ફંડ્સ (Balanced Hybrid Funds) પણ કહેવામાં આવે છે.
AMFI ડેટા અનુસાર જાન્યુઆરી મહિનામાં હાઈબ્રિડ સ્કીમ્સમાં કુલ 4,491.97 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં અગ્રેસિવ ફંડમાં કુલ 454.12 કરોડ રૂપિયાનો ઈન્ફ્લો નોંધાયો હતો. ડિસેમ્બરની વાત કરવામાં આવે તો હાઈબ્રિડ સ્કીમ્સમાં કુલ 2,255.26 કરોડ રૂપિયાનો ઈન્ફ્લો આવ્યો હતો. વેલ્યુ રિસર્ચે પ્રદર્શનના આધાર પર ટોપ 5 હાઈબ્રિડ અગ્રેસિવ ફંડ્સની પસંદગી કરી છે. આ સ્કીમ્સમાં 10 હજાર રૂપિયાની SIPથી માત્ર 5 વર્ષમાં 8થી 10 લાખનું ફંડ એકત્ર થઈ જશે.
Hybrid Funds એટલે શું? - SEBIના નિયમ અનુસાર હાઈબ્રિડ ફંડમાં ઓછામાં ઓછું 65 ટકા અને વધુમાં વધુ 80 ટકા ડાયરેક્ટ ઈક્વિટી અથવા ઈક્વિટી આધારિત સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓછામાં ઓછું 20 ટકા અને વધુમાં વધુ 35 ટકા દેવામાં અથવા મની માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડની મદદથી કેપિટલ એપ્રિસિએશન કરવા માગતા રોકાણકાર માટે આ યોગ્ય સ્કીમ છે. અગ્રેસિવ હાઈબ્રિડ ફંડમાં વધુ જોખમ હોય છે. પ્યોર ઈક્વિટી ફંડની સરખામણીએ આ ઓછું વોલાટાઈલ હોય છે. જો તમે ઓછામાં ઓછું 3થી 5 વર્ષ માટે રોકાણ કરવા માંગો છો, તો તમે તે ફંડમાં રોકાણ કરી શકો છો.