મુંબઈ: કોરોના મહામારી બાદ લોકો નાણાની બચત (Savings) અને રોકાણ પ્રત્યે વધુ સભાન બન્યા છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ જગ્યાએ રોકાણ કરી કે બચત કરીને પોતાના ભવિષ્યની સુરક્ષા અંગે વિચારે છે. તેવામાં બચત ખાતું (Saving account) હોવાના પણ ઘણા ફાયદાઓ છે. લિક્વિડીટી, વ્યાજની આવક, નાણાની સુરક્ષા અને બચત ખાતા અને ફિક્સ ડિપોઝીટ (Fixed deposit) વચ્ચે ઓટો સ્વિપ સુવિધાના કારણે વધારાની કમાણી વગેરે દ્વારા તમે તમારા નાણા પર રિટર્ન અને સુરક્ષા બંને મેળવી શકો છો. હાલ બેંક બજારના આંકડાઓ અનુસાર ઘટી રહેલા વ્યાજ દર વચ્ચે નાની ફાઇનાન્સ બેંકો (Small finance Banks) ઊંચા વ્યાજ દર ઑફર કરી રહી છે. તો અહીં અમે તમને જણાવશું બચત ખાતાઓ પર ઊંચા વ્યાજ દર ઓફર કરતી પાંચ ટોચની બેંકો વિશે.
નવા રિટેલ ગ્રાહકો મેળવવા માટે સ્મોલ ફાઇનાન્સ બેંકો (Small finance Banks) ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોની સરખામણીમાં બચત ખાતા પર ઊંચા વ્યાજ દર ઓફર કરી રહી છે. તમારે એવી બેંક પસંદ કરવી જોઇએ જે લાંબો રેકોર્ડ ધરાવતી હોય, સારી સર્વિસ પ્રદાન કરે, તમારા શહેર કે વિસ્તારમાં તે બેંકની એટીએમ સેવી ઉપલબ્ધ હોય અને બચત ખાતા પર સારો વ્યાજ દર પણ આપતી હોય.
આપને જણાવી દઇએ કે ડેટા કમ્પાઇલેશન માટે BSEમાં લીસ્ટેડ તમામ સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પ્રાઇવેટ બેંકોના બચત ખાતા પર વ્યાજ દરને ધ્યાનમાં રાખવામાં આવે છે. બેંકબજારે 15 સપ્ટેમ્બર, 2021 સુધીના આંડકાઓને કમ્પાઈલ કર્યા છે. જોકે, જે બેંકોની વેબસાઇટ પર ડેટા નહોતા તેને ધ્યાનમાં લેવામાં આવી નથી. નિયમિત બચત ખાતા માટે ન્યૂનત્તમ બેલેન્સની જરૂરિયાતો અને બેઝિક બેંક ડિપોઝિટ ખાતાને બાદ કરતા ગણવામાં આવે છે.