આજના સમયમાં મૂડીરોકાણ માટે ઘણા વિકલ્પો છે. રોકાણકારો પોતાની ક્ષમતા અને સૂઝબૂઝ પ્રમાણે વિકલ્પ પસંદ કરે છે. ત્યારે લાંબાગાળાના મૂડીરોકાણ માટે ડાયવર્સિફાઇડ મ્યુચ્યુઅલ ફંડ આદર્શ હોવાની સલાહ અપાવામાં આવે છે. પરંતુ છેલ્લા 10 વર્ષના આંકડા પરથી ફલિત થાય છે કે, નેરો સેકટર અને થીમ ફંડ દ્વારા પણ સારું વળતર મળ્યું છે. તેમજ રિટર્ન મામલે સ્મોલ અને મિડ કેપ ફંડ પણ ખૂબ સારા રહ્યા છે.