

5 Best zero balance savings account: ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ એક તેવું ખાતુ છે જેમાં તમારે મિનિમમ બેલેન્સ મેંટેન કરવાની કોઇ ચિંતા નથી હોતી. આ એકાઉન્ટમાં તમારે કોઇ ચાર્જ નથી આપવો પડતો અને ના જ તેને ડિએક્ટિવ થવાનો ડર રહે છે. આજે અમે તમને 5 બેંકના ઝીરો બેલેન્સ એકાઉન્ટ વિષે જણાવવા જઇ રહ્યા છે. જેમાં તમને સારું વ્યાજ પણ મળશે. તો જો તમે કોઇ ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલાવાનું વિચારી રહ્યા હોવ તો આ લિસ્ટ પર એક નજર ચોક્કસથી કરજો.


IDFC First Bankએ જીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટમાં પણ તમામ સુવિધાઓ ફ્રીમાં મળે છે. આમાં તમને બેંકના ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 6 થી 7 ટકા વ્યાજ મળે છે. તમામ ડોક્યુમેન્ટ સાથે તમે આ બેંકની કોઇ પણ નજીકની બ્રાંચમાં જઇને આ એકાઉન્ટ ખોલાવીને તેના ફાયદા મેળવી શકો છો.


ભારતીય સ્ટેટ બેંકનું બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ- SBIનું આ એકાઉન્ટ સાથે તમે KYC ડોક્યુમેન્ટની મદદથી ખોલાવી શકો છો. આ ખાતામાં તમારે 2.75 ટકાથી દરથી વ્યાજ મળશે. આ સિવાય તમને આમાં રૂપે એટીએમ કમ ડેબિટ કાર્ડની સુવિધા પણ મળશે. તેમાં દર મહિને એસબીઆઇ કે એટીએમ પર કે અન્ય બેંકો પર એટીએમથી 4 કેશ વિડ્રોઅલ મફત કરવા પણ મળશે.


Indusland Bankના સેવિંગ્સ એકાઉન્ટમાં તમને 4 થી 6 ટકા દરથી વ્યાજ મળશે. સાથે જ ઇન્ટરનેટ બેકિંગ, અનલિમિટેડ એટીએમ ટ્રાંજેક્શનની સુવિધા મળશે. તમે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પણ ખાતુ ખોલાવી શકો છો.


કોટક બેંકનું આ એકાઉન્ટ તમને ડિજિટલ બેકિંગ દ્વારા ખોલાવી શકો છે. અને તેમાં મિનિમમ બેલેન્સની કોઇ ઝંઝટ નથી. તેમાં 811 વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ મળે છે. એટલે કે તમને ઓનલાઇન શોપિંગ પણ કરી શકો છો. બેંક ખાતામાં તમને 4 ટકા સુધીનું વ્યાજ મળશે


HDFC બેકનું બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી શકો છો. જેમાં કોઇ મિનિમન બેલેન્સ રાખવાની જરૂર નથી હોતી. આ એકાઉન્ટ પર તમને 3 થી 3.5 ટકા સુધી વ્યાજ મળે છે. એકાઉન્ટ હોલ્ડરને એટીએમ કમ ડેબિટ કાર્ડ, ફ્રી પાસબુક સેવા, ફ્રી ડિપોઝિટ, વિડ્રોઅલની સાથે ચેકબુક, ઇમેલ સ્ટેટમેન્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી અનેક સુવિધાઓ ફ્રીમાં મળશે. તો તમે પણ આ સુવિધાનો પણ ફાયદો ઉઠાવી શકો છો.